Gujarat News: અંબાજી દર્શન કરવા આવેલા યાત્રીઓ ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી.અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે.
અકસ્માતના પગલે 40થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. બાળકો સહિત મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સમાચાર મળ્યા નથી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજી પગપાળા સંઘ દ્વારા દર વખતે આ પ્રકારની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આયોજકોનું કહેવું છે કે,100થી વધુ લોકો સંઘ સાથે પગપાળા અંબાજી આવ્યા હતા અને ધજા ચઢાવીને પરત આવી રહ્યા હતા.
ત્યારે બસની બ્રેક ફેઈલ થઈ જતાં ઘટના સર્જાઈ હતી. જેમાં બસમાં સવાર માઈભક્તો પૈકી અમુક વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે