રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. હાલ તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ છે..પસાયા બેરાજામાં ગત રાત્રે કાર્યક્રમ દરમિયાન તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.