અમદાવાદ: 26,જુલાઈ 2008ની એ સાંજ અમદાવાદ શહેર આજે પણ ભૂલી શક્યું નથી, એ સાંજે 6:30 થી 8:10 સુધી થયેલા બોમ્બ વિસ્ફોટથી આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. શહેરમાં એક બાદ એક એમ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતાં. જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 244થી વધુ શહેરીજનોને ઈજા પહોંચી હતી.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે આ 49 દોષિતને આજે કોર્ટમાં સજા સંભળાવવાની સુનાવણી શરૂ થઈ ગઈ છે.
2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટનો ઘટનાક્રમ
વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
શનિવારની એ સાંજ 26મી જુલાઈ 2008નો એ દિવસ ક્યારેય કોઈ અમદાવાદી ન ભૂલી શકે
.
તારીખઃ 26-7-2008, શનિવાર
સમયઃ સાંજે 6-10થી 8-05
શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો
એક બાદ એક ઘડાકામાં કુલ 58 લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને 240 લોકોને ઇજાઓ પહોંચી
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં જે 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ખાડિયામાં 3, બાપુનગર 2, રામોલ 2 અમરાઈવાડી 1, વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 અને ખાત્રજમાં 1. જેમાંથી રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા
¨