બહાર નીકળતા પહેલા ખાસ વાંચી જજો! અમદાવાદમાં આજે 100 BRTS બસો છે બંધ, કર્મચારીઓ ઉતર્યા પોતાની આ માંગોને લઈને હડતાળ પર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અમદાવાદમાં આજે 100 જેટલી બસો બંધ રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે. બસો બંધ હોવા પાછળનુ કારણ BRTSના કર્મચારીઓ હડતાળ પર હોવાનુ છે. મળર્તી માહિતી મુજબ અમદાવાદ BRTS ના કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ મેદાને છે.


BRTSના કર્મચારીઓ વસ્ત્રાલ ડેપો ખાતે JBM કંપનીના BRTS કર્મચારીઓએ ભેગા થયા હતા અને ઉચ્ચ અધિકારી સાથે આ મામલે વાત પણ કરી હતી. આ બાદ જ્યારે કોઈ નિવારણ ન આવ્યુ ત્યારે તેઓ હડતાળ પર ઉતર્યા છે. હાલ વસ્ત્રાલ ડેપો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામા આવ્યો છે.

કર્મચારિઓની હડતાળને કારણે આજે BRTSની 100 બસો બંધ છે. એક તરફ બસો બંધ હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ કર્મચારીઓએ કહ્યુ છે કે જ્યાં સુધી પગાર નહિ વધે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.


Share this Article