અમદાવાદમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એક 16 વર્ષના સગીર અને 15 વર્ષની સગીરા બન્ને એકબીજા સાથે પ્રેમ સંબંધમા હતા અને બંને કાપડની ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા. આ વચ્ચે સગીરે 15 વર્ષની સગીરા સાથે કૃત્ય આચર્યું અને સગીરા ગર્ભવતી બનતા આખો મામલો સામે આવ્યો છે. હવે આ અંગે સગીરાના પરિવારને જાણ થઈ છે અને તેઓ પોલીસ પાસે પહોચ્યા હતા. મળતી માહિતી મુજબ ગર્ભવતી સગીરાની માતાએ સગીર સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સિવાય અંકલેશ્વરમાથી પન એક ખુબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહી ૫૫ વર્ષી એક પુરૂષે નાનકડી બાળકીને પીંખી નાખી છે. માહિતી મુજબ આ આધેડ પડોશમાં રહેતો અને બાળકીને રમાડવાના બહાને બોલાવી હતી. આ બાદ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોહમદ રિયાસ શેખે ૧૨ વર્ષીય બાળકીને પોતાના હવસની શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતા માતા-પિતા રોષે ભરાયા છે. આ મામલે પરિવારે તાલુકા પોલીસ મથકે આધેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.