હાથમાં શસ્ત્રો સાથે રાષ્ટ્ર સેવિકા સમિતિની 300 સેવિકાઓએ કરી વિજ્યાદશમીની શૌર્યભેર ઉજવણી, સમગ્ર વાતાવરણમાં નવચેતના અને ઊર્જાના તરંગો છવાયા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

તાજેતરમાં તારીખ 25-9-22 ના રોજ જૉગર્સ પાર્ક માં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવની શૌર્યભેર ઉજવણી થઈ.

જેમાં મહાનગરના લગભગ 300 સેવિકાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત પથ સંચલનથી કરવામાં આવી.

આ ઉત્સવમાં મુખ્ય અતિથીના સ્થાને મા. દર્શનાબેન સોની અને મુખ્ય વક્તા મા.ખ્યાતિ હિતાંશ જૈનએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં ઇતિહાસમાં સ્ત્રી શક્તિથી આવેલી ક્રાંતિઓ યાદ કરાવી વર્તમાન સમયમાં પણ દેશ સામેના પડકારો ઝીલવા બહેનો સક્ષમ છે તે વાત ઉદાહરણો દ્વારા સમજાવી હતી.

સૌ સાથે મળી રાષ્ટ્ર કાર્યમાં આહુતિ આપે તે માટે આહવાન કર્યું હતું.

પૂર્ણ ગણવેશમાં હાથમાં લાઠી અને ઘોષ સાથે (બેન્ડ) ભગવો ધ્વજ લઈને ચાલતી સેવિકાઓને જોઈ સમગ્ર વાતાવરણમાં નવચેતના અને ઊર્જાના તરંગો છવાયા હતા.

સ્થાનિક લોકોએ માનભેર સંચલનનું સ્વાગત અને ધ્વજ ઉપર પુષ્પવર્ષા કરી હતી.


Share this Article