વિશ્વ ચકલી દિવસના નિમિતે “એક પ્રયાસ માનવતા કી ઓર ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી અમદાવાદ ના જુદા જુદા વિસ્તારોમાં અબોલ પક્ષીઓ માટે 350 કુંડા અને જુવારના દાણાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી વિનતી જૈન એ જણાવ્યું કે તેમને અમદાવાદના જુદા જુદા વિસ્તારમા કુંડા વિતરણ કર્યું. ગ્રુપના સભ્યોએ ત્યાંથી પસાર થતા લોકો ને માનવતા વિશે જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો.
કાર્યક્રમનો ઉપદેશ લૂપ્ત થતી ચકલીઓને બચાવવાનો અને ગરમીમાં પક્ષીઓને પાણી મળતું રહે. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં ઘણી જુદી જુદી પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.