સફ્ફાન અન્સારી ( અમદાવાદ ): અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શરુઆત 1949માં થઈ હતી. જે બંધારણમાં રજિસ્ટ્રર પામેલી એક માત્ર સંસ્થા છે. વિદ્યાર્થી પરિષદની સ્થાપના 1948થી થઈ અને 9 જુલાઈ 1949માં તેનું રજિસ્ટ્રેશન થયું. એબીવીપીની આ કાર્યની યાત્રા 75 વર્ષથી ચાલી રહી છે.
ABVPના માળખામાં જોવા જઈએ તો સૌથી ઉપર પ્રદેશ મંત્રી, પ્રદેશ અદ્યયક્ષ અને ઉપાદ્યક્ષ સહમંત્રીનો સમાવેશ થાય છે. નગર અધ્યક્ષ તરીકે પ્રોફેસરની નિમણુક કરવામાં આવે છે. તેમજ કેમ્પસ કાર્યકર તરીકે વિદ્યાર્થીની નિમણુક કરવામાં આવે છે. એબીવીપીમાં કુલ 46 લાખ સભ્યો જોડાયેલા છે. જેમાંથી 8 થી 10 % લગભગ સાડા આઠ હજાર જેટલા સભ્યો ઉપાદ્યક્ષ , મંત્રી , સહમંત્રી તરીકે કાર્ય કરે છે.
એબીવીપીનો હેતુ દેશના યુવાનોને પોતાના સંસ્કારો અને નીવ સાથે જોડી રાખવાનો પણ છે. આથી એબીવીપી આપણા યુવાનો આપણી મુળ સંસ્કુતિને જકડી રાખે તે માટેના તમામ પ્રયાસો કરે છે. ગ્રામ્ય જીવન જળવાઈ રહે અને આજના યુવાનો તે વિશે જાણે તે માટે યુવાનોને ગ્રામીણ વિસ્તારમાં મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામિણ સંસ્કૃતિ અને વારસો જાણે તે માટે ગામમા જ રહીને અદ્ભુત અનુભવ લેવામાં આવે છે.
આ સાથે જ બહેનો પર થતા અત્યાચાર તેમજ નિર્ભયા કેસ પછી 2017માં મિશન સાંહસીની સ્થાપના કરવામાં આવી હતી. જેના અંતર્ગત વિવિધ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી જેનો 30 લાખથી પણ વધુ યુવતીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત વિવિધ સ્લમ એરિયામાં હાયજિનની માહિતી આપતું મહિલાઓ માટે રુતુમતી અભિયાનની શરુઆત કરવામાં આવી છે. તથા લઘુનિધી અભિયાન પણ કાર્યરત છે.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
એબીવીપી માનવનિર્માણથી રાષ્ટ્રનિર્માણ સુઘી યુવાનોની સાથે જ છે. એબીવીપી સમાજ અને દેશના યુવાનને સાચી દિશા મળી રહે તેવા તમામ પ્રયત્ન કરે છે. એબીવીપીના તમામ કાર્યકરો પર રાષ્ટ્રપ્રથમની ભાવનાનું બીડું સોપવામાં આવે છે. ઉપરાંત તમામ કાર્યકરો પોતાનો વિચાર પ્રગટ કરી શકે તેવી રીતે સર્વસ્વીકૃતિ પ્રમાણે કાર્યરત છે. આમ, તમામ વિવિધ કાર્યો દ્વારા એબીવીપી મિશાલ બનીને કાર્યરત છે.