અમદાવાદ શહેરમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પોલીસના ઢોર મારથી આરોપીનું કરુણ મોત નિપજ્યુ હોવાનું બહાર આવી રહ્યું છે. આ બાબતે મૃતકના પરિવારજનોએ પોલીસના ઢોર મારથી યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર બનાવને લઈને અમદાવાદ પોલીસ અને જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ક્યારેક પોલીસ તેને આપેલા કાયદાનું અને નિયમોનું ભાન ભૂલી જતી હોય એવા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે એવો માર માર્યો છે કે યુવાનનું મોત નિપજ્યું છે. હાલમાં મૃતકના પરિવારના લોકો પણ છેલ્લા ૨૦ કલાકથી હોબાળો કરીને સાચી માહિતી સામે આવે એવી માંગણી કરી રહ્યા છે અને આરોપીની લાશ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રાવત સમાજના એક યુવાનને પ્રોહીબિશન ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે યુવાનને બેરહમીથી એવો ઢોર માર માર્યો કે યુવાનનું મોત નિપજ્યું છે. આ બાબતે મૃતકના પરિવારજનોએ પોલીસના ઢોર મારથી યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં બારોબાર પીએમ થયું હોવાના આક્ષેપ સાથે અમદાવાદ સિવિલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.
હવે પરિવારના લોકો પણ ધુંઆપુંઆ છે અને પોલીસ પર અવનવા આરોપો લગાવી રહ્યા છે. આ અંગે મૃતકની પરિવારજનોએ જણાવેલ કે, મોતનું સાચુ કારણ જો બહાર નહીં આવે તો લાશ સ્વીકારવામાં નહીં આવે. સાથે સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો છે. સમગ્ર બનાવને લઈને અમદાવાદ પોલીસ અને જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે સત્ય હકિકત શુ છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.