અમદાવાદ ક્રાઈમ બ્રાંચના દરોડા, ગાંધી રોડ પરથી રૂ. 9.50 લાખનો ઈ-સિગારેટનો જથ્થો કરાયો જપ્ત, કિચન શોપની આડમાં વેચાતી ઈ-સિગારેટ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: શહેરના ગાંધી રોડ પર આવેલી એક કિચન શોપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડ્યા હતા. આ દરોડામાં રૂપિયા સાડા નવ લાખની કિંમતનો ઈ-સિગારેટનો મોટો જ જપ્ત કર્યો હતો. આ સાથે વેપારી અને તેની પાસેથી ખરીદી કરનારને પણ ઝડપી લીધા હતા. ગાંધી રોડથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ-સિગારેટનો જથ્થો નિયમિત રીતે સપ્લાય કરવામાં આવતો હતો. બાદમાં તે શહેરના અનેકગણી કિંમતે વેચાણ કરવામાં આવતો હતો.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજાના સ્ટાફને મંગળવારે રાતના સમયે બાતમી મળી હતી કે કાલુપુર પાંચ ખડકીમાં રહેતો અઝીમ શેખ ઇ-સિગારેટનો જથ્થો લઇને ગાંધી રોડ વલંદાની હવેલી પાસેથી પસાર થવાનો છે. જેના આધારે તેને 50 ઈ-સિગારેટ સાથે ઝડપી લીધો હતો.

100 કરોડનો ‘ખજાનો’, 40 લાખ રોકડા, કિલોમાં સોનું… નોટો ગણીને થાકી ગયા અધિકારીઓ, જાણો કોણ છે આ કાળા નાણાનો ‘કુબેર’?

Breaking News: કલેક્ટરને જ આવ્યો હાર્ટ એટેક, જામનગરના કલેક્ટર બીજલ શાહને મોડી રાત્રે આવ્યો હાર્ટ એટેક

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે, એક વર્ષથી લાયસન્સ વિના જ ચાલતું હતું બોટીંગ

આરોપી સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે. ઈ- સિગારેટનો જથ્થો વલંદાની હવેલી પાસે સોસાયટી, મેઘાણીનગરની અરિહંત કિચન નામની દુકાનમાંથી ખરીદીને લાવ્યો હતો. જે બાદ પોલીસે મનોજ લખવારાની દુકાનમાંથી રૂપિયા નવ લાખની કિંમતની 628 જેટલી ઈ-સિગારેટ મળી આવી હતી. જે કિચન શોપની આડમાં સમગ્ર શહેરમાં સપ્લાય કરતો હતો. જે અંગે પોલીસે અઝીમ અને મનોજ લખવારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


Share this Article