અમદાવાદ કાલુપુર સ્ટેશન પર પાર્કિંગનું કામ બુલેટ ગતિએ, એલિવેટેડ રોડ કરાશે તૈયાર, મુસાફરોને ટ્રાફિક જેવી સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ સમયે સ્ટેશન પર આવતા વાહનોને પગલે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે આશરે 800 મીટર લાંબો વૈકલ્પિક માર્ગ તૈયાર થઈ રહ્યો છે. વર્ષ 2023ના નવેમ્બર માસમાં આ બ્રિજની કામગીરી હાથ ધરાઈ હતી.

સ્ટેશન પર આવવા માટે રોડ ઉપરાંત સ્ટેશન ખાતે એલિવેટેડ રોડ તૈયાર કરાશે. આ એલિવેટેડ રોડ સ્ટેશન પર બંને છેડે આવેલા ફૂટ બ્રિજ સાથે જોડવામાં આવશે. આ ઓવરબ્રિજની કામગીરી બુલેટગતિએ કરવામાં આવી રહી છે. આ સુવિધા ઊભી થયા બાદ મુસાફરોને ટ્રાફિક જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના રેલવે સ્ટેશનને રિડેવલપ કરવામાં આવશે, જેમાં કોમર્શિયલ એકમો સહિત આધુનિક સુવિધાઓથી સજ્જતા પર ધ્યાન રાખી પ્લાન બનાવવામાં આવશે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતીય રેલ્વેની વૈધાનિક સત્તા, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ અને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે. એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મોડમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટની કિંમત આશરે રૂ. 2,563 કરોડ હોવાનો અંદાજ છે. રુચિ ધરાવતા પક્ષકારો પ્રી-બિડ કોન્ફરન્સમાં હાજરી આપી શકે છે, જે 18 જુલાઈના રોજ દિલ્હીમાં RLDA હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થાય છે.

100 કરોડનો ‘ખજાનો’, 40 લાખ રોકડા, કિલોમાં સોનું… નોટો ગણીને થાકી ગયા અધિકારીઓ, જાણો કોણ છે આ કાળા નાણાનો ‘કુબેર’?

રજવાડી ઠાઠ સાથે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જયપુરમાં કરશે રોડ શો, જાણો સમગ્ર સ્વાગત કાર્યક્રમ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે, એક વર્ષથી લાયસન્સ વિના જ ચાલતું હતું બોટીંગ

અમદાવાદ રેલવે સ્ટેશનને હાઈસ્પીડ રેલવે, મેટ્રો રેલ, બસ રેપિડ ટ્રાન્જિક્ટ સિસ્ટમ, સિટી બસ સિસ્ટમને અનુકુળ બને તે રીતે ડેવલપ કરવામાં આવશે. આ સિવાય નવા રેલવે ડેવલપમેન્ટમાં કોમર્શિયલ એકમો પણ વિકસાવવામાં આવશે, જેને પગલે રોજગારીની તકો પણ વધશે.

 


Share this Article