અમદાવાદથી એક સમાચાર સામે આવી રહ્યા છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધુમાડા નીકળતા જોવા મળી રહ્યા છે. મણિનગર BRTS સ્ટેન્ડ પર BRTS બસ બળીને ભડથું થઈ ગઈ છે. જોકે, સદનસીબે બીઆરટીએસ બસ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગના પગલે દોડધામ મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આજે સાંજે મણિનગર રેલવે સ્ટેશન પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સીએનજી બીઆરટીએસ બસ ઊભી હતી. પાર્ક કરેલી આ બસમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી. એન્જિનના ભાગે આગ લાગી હોવાથી ધીમે ધીમે આગ આગળ ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસ ખાલી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી જેથી સારી વાત કહી શકાય.
આ પહેલા 17 સપ્ટેમ્બરે વહેલી સવારે મેમનગર બી આર ટી એસ બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાથી ધુમાડો નીકળતા તાત્કાલિક બસમાઠી ૨૫ જેટલા મુસાફરોને ઝડપી બહાર નીકળી દેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી અને આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
વહેલી સવારે બસ ચાંદખેડાથી આર ટી ઑ મણિનગર તરફ જતી હતી ત્યાં મેમનગર બિઆરટીએસના થોડા જ અંતરે બસ બંધ થઈ ગઈ હતી અને એન્જિન માંથી ધુમાડા નીકળતા બસમાં રહેલા ફાયર સેફ્ટી વડે ધુમાડા પર પાવડર ફોર્મ છાંટવામા આવ્યું હતું પરંતુ કઈ ફર્ક નહીં પડતાં થોડા જ સમયમાં બસમાં આગ લાગી ગઈ હતી અને બીઆરટીએસ બસસ્ટેન્ડને પણ નુકશાન પહોચ્યું હતું. જોકે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ૩ ગાડીઓ અને ઓફિસરો પહોચી ગયા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.