અમદાવાદની પરિણીતાને એકલી જોઈ ભાઈની ગેરહાજરીમાં દિયરે લાભ લીધો, ભાભીને ધક્કો મારી બેડ પર પાડી દીધી, પછી શરૂ થયો ગંદો ખેલ!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

અમદાવાદથી એક અઘરો કિસ્સો સામે આવ્યો છે અને એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, એક દિવસ તેના પતિ કામ માટે બહાર ગયા હતા અને દીકરી મકાનની બહાર રમવા ગઈ હતી. જ્યારે દીકરીને લઈને આવી ત્યારે દિયરે પાછળથી આવી બાથ ભીડી અને બાદમાં મને ધક્કો મારી દિયરે બેડ પર પાડી દીધી. પછી ગંદુ કામ કરવાની જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને જોઈએ હવે આગળ શું ખુલાસો કરવામાં આવશે.

વિગતે વાત કરીએ તો એક યુવતીના પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ, નણંદ, દિયર અને પતિ પાસે આ યુવતી રહેવા ગઈ હતી. યુવતીને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો. જેથી તેની સાસુ તેને દીકરો નથી થતો અભાગણી છે તેમ કહી ત્રાસ આપવા લાગી. આટલું જ નહીં, યુવતીનો પતિ પણ તેને માનસિક શારીરિક ત્રાસ આપતો. યુવતી ગઈકાલે ઘરે હાજર હતી. ત્યારે તેની નાની દીકરી બહાર રમવા ગઈ. તેનો પતિ કામથી બહાર હતો. અચાનક દીકરીનો રડવાનો અવાજ આવતા યુવતી તેને લેવા ગઈ.

ત્યારબાદ જે ઘટના ઘટે છે એણે ખરેખર સંબંધો શર્મસાર કરી દીધા હતા. દીકરીને લઈને યુવતી ઘરમાં આવતી હતી ત્યાં જ તેનો દિયર પાછળથી આવ્યો અને યુવતીને બાથ ભરી લીધી. યુવતીએ પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો તેના દિયરે તેને ધક્કો મારી બેડ પર પાડી અને જબરદસ્તી કરી. સમગ્ર બાબત યુવતીએ સાસુ અને પતિને જણાવતા તે લોકોએ યુવતીનો જ વાંક કાઢ્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને દિયર સામે છેડતીની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share this Article
TAGGED: