શહેરના પાલડી વિસ્તારમાં દુકાનના કર્મચારીએ મફત કુલ્ફી ના આપતા પોલીસે માર માર્યોની હોવાની ઘટના સામે આવી છે. જેમાં દુકાનના મેનેજરે પાલડીના કોન્સ્ટેબલ સુભાષ રબારી અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેમણે કોનાનાના નિયમોનો ભંગ કર્યો છે અને રાતે ૧૧ વાગ્યે અશર્ફી કુલ્ફીની દુકાન બંધ થઈ ગઈ હોવા છતાંય મફત કુલ્ફી માંગી હતી. જાે કે, મેનેજરે આપવાનો ઈન્કાર કરી દેતા પોલીસવાળાઓ મેનેજર અને બીજા કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ઢોર માર માર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી ભઠ્ઠા ખાતે આવેલી અસર્ફી કુલ્ફીની દુકાનમાં મેનેજર તરીકે હરેન્દ્ર મનોહરસિંહ રાઠોડે એડવોકેટ મારફતે મેટ્રોપોલિયન કોર્ટમાં અરજી કરી છે. જેમાં એવી ફરિયાદ નોંધાવી કે, અરજદાર હરેન્દ્રસિંહ અને એક અન્ય કર્મચારી ૩ જાન્યુઆરીની રાતે ૧૧.૩૦ વાગ્યે અસર્ફી કુલ્ફીની દુકાનમાં હતા. તેઓ રાતે ત્યાં જ સૂઈ જાય છે. દરમિયાન મોબાઈલ ચાર્જમાં મૂકીને સૂવાની તૈયારી કરી ર્યા હતા. એ સમયે તહોમતદાર અને બીજી એક વ્યક્તિ કે જેમણે માસ્ક પણ નહોતું પહેર્યું તેઓ અંદર આવ્યા હતા અને કુલ્ફી માંગી હતી.
તેમણે કહ્યું, કુલ્ફી મફતમાં આપ અમે ડી સ્ટાફમાં છીએ. ફરિયાદીએ ના પાડી હોવાથી આરોપી પોલીસ વાળાએ ફ્રીઝનું લોક સાઈડમાં મૂકીને ફ્રીઝ ખોલીને તપાસ કરી હતી અને કહ્યું કે, કુલ્ફી તો છે. ત્યારબાદ ફરિયાદીને કાયદો બતાવું એમ કહીને ડરાવી દીધો હતો. પોલીસવાળા ફરિયાદી અને સફાઈ કરી રહેલા કર્મચારીને ચાલતા ચાલલા પોલીસ સ્ટેશન ળઈ ગયા અને ત્યાં એક રૂમમાં ઢોર માર માર્યો હતો અને ગાળો પણ આપી હતી.
એટલું જ નહીં. ખુદ પોલીસકર્મી કાયદો તોડીને ફરિયાદીને માર માર્યો હતો તેમ છતાંય તેની જ વિરુદ્ધ ખોટી જાહેરનામા ભંગની ફરિયાદ પણ દાખલ કરી દીધી હતી. જેથી કંપનીના માલિક પવનભાઈએ અમને રાતે છોડાવ્યા હતા. સખત મારના લીધે ચહેરા પર ડાધ પડી ગયા છે અને શ્વાસ પણ રૂંધાઈ ગયો હતો. જેના પગલે મેડિકલ સારવાર લેવી પડી હતી. જાે કે, પોલીસ વિરુદ્ધ ખુદ પોલીસ જ ફરિયાદ ન લેતી હોવાથી કોર્ટમાં આવવું પડ્યું છે. તેથી મેજિસ્ટ્રેટે આ મામલે નોટિસ પાઠવીને ઘટના સંદર્ભે શુ કાર્યવાહી કરી તેનો જવાબ માંગ્યો છે.