ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસ મામલે એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠનો આમા હાથ હોવાનુ અને જમાલપુરના મૌલવી ઐયુબ જાવરવાલાનો હાથ હોવાનુ સામે આવતા તેની ધરપકડ કરવામા આવી છે. આ સિવાય એ વાતનો પણ ખુલાસો થયો છે કે આ મૌલવી કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલો છે.
હવે આ અંગે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક અને મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ બધી માહિતી બાદ ધંધૂકાની મસ્જિદમાં ATS અને પોલીસે પણ સર્ચ-ઓપરેશન શરૂ કર્યુ છે.
મળતી માહિતી મુજબ કિશનને મારી નાખવાની ધમકીઓ સતત મળી રહી હતી અને બીજી તરફ કિશન દરરોજ ધંધૂકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ સાત ટીમ ગુજરાત સરકારે બનાવી તપાસ શરૂ કરી છે. આ સિવાય મુંબઈના એક મૌલવી કમરનું નામ પણ સામે આવ્યુ છે.