મિનેશ પટેલ ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ): રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિન – પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને સામાન્ય પાકોમાં પ્રાકૃતિક કૃષિ થકી સારા પરિણામો મેળવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ઉન્દ્રેલ ગામના ખેડૂત ભૂપતસિંહ ઝાલા છેલ્લાં ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ થકી શાકભાજી પાકોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
એટલું જ નહિ, મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમણે પોતાના ગામના 22 જેટલા ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી અપનાવતા કર્યા છે તેમજ પોતાના અને આસપાસનાં ગામોના ખેડૂતો તથા સખીમંડળની બહેનોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તાલીમ સહિત તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છે.
ભૂપતસિંહ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અપનાવીને સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી થકી વિવિધ શાકભાજી પાકો સફળતાપૂર્વક લઈ રહ્યા છે. પોતાની પ્રાકૃતિક કૃષિની સફર અંગે વાત કરતાં ભૂપતસિંહ ઝાલા જણાવે છે કે તેઓ છેલ્લાં 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક કૃષિ અને આંતરપાક પદ્ધતિ થકી એક વીઘામાં એક સાથે એક સીઝનમાં ત્રણ જેટલા પાકો પણ લઈ શકે છે. તેઓ ગાય આધારિત ખેતી થકી ગીલોડા, રીંગણા, ગવાર, મરચાં, રવૈયા, ભીંડા, ટિંડોડા, ગલકા સહિતના શાકભાજી પાકો લઈ રહ્યા છે. તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં અળસિયા વધ્યા છે, જેના લીધે જમીનની ભેજ સંરક્ષણશક્તિ અનેકગણી વધી છે.
ભૂપતસિંહ વધુમાં વાત કરતાં જણાવે છે કે, ઝેરમુક્ત ખેતી કરીને લોકોને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડવો એ ભગવાનનું કાર્ય હોય તેવી અનુભૂતિ થાય છે. ગાય આધારિત ખેતી કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાથી આત્મસંતોષની લાગણી અનુભવાય છે. પહેલા રાસાયણિક ખેતીથી પકવેલા શાકભાજી અમારા ઘરના બાળકો જ ખાતા નહોતા, પરંતુ પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજીનો સ્વાદ એટલો સરસ હોય છે કે હવે બાળકો સહિત અમે પણ દર બીજા ત્રીજા દિવસે અમારા પોતાના શાકભાજી આરોગીએ છીએ.
પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉત્પાદનની પોતાની સફળતાનો શ્રેય બાગાયત વિભાગને આપતા ભૂપતસિંહ જણાવે છે કે, બાગાયત વિભાગના અધિકારીશ્રીઓએ પહેલેથી જ દરેકે દરેક તબક્કે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જ્યાં પણ મૂંઝવણ અનુભવાય ત્યાં તેમની સલાહ સૂચન લઈને આગળ વધીએ છીએ. આ ઉપરાંત, અગાઉ બાગાયત વિભાગની કાચા માંડવાની સહાય મળેલી હતી તથા આ વર્ષે અન્ય સહાયનો પણ લાભ મેળવવા અરજી કરેલ છે. બાગાયત વિભાગના સતત સહકાર અને પરિણામે જ મારા ગામના 22 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળ રહ્યો છું.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
સાથે જ, આત્મામાં પણ હું ટ્રેનર તરીકેની જવાબદારી નિભાવું છું અને આસપાસના પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપું છું. ઉન્દ્રેલ ગામના ખેડૂતો પણ રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફની તેમની સફર બદલ ભૂપતસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરે છે.