ભાજપ ઘા મારે એટલે આખું ગામ જોતું રહી જાય, અમદાવાદ સિવિલમાંથી રાજીનામુ આપનાર તમામ તબીબોને ભુપેન્દ્ર પટેલે ભાજપમાં જોડી લીધા

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહી છે. આ દરમિયાન પક્ષ પલટાની પણ મોસમ ચાલી રહી છે. તો હવે આ કડીમાં અમદાવાદ સિવિલમાંથી રાજીનામા આપનાર તબીબો ભાજપમાં જાેડાયા છે જેમાં પૂર્વ સુપરિટેન્ડેન્ટ, પૂર્વ ડીન સહિત તબીબોનો સમાવેશ થાય છે. પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી, બિ.જે.મેડિકલના પૂર્વ ડીન ડૉ.પ્રણય શાહ, પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને ઓએસડી ડૉ.પ્રભાકર ભાજપમાં જાેડાયા છે.

૫૦૦ જેટલા તબીબો આજ ભાજપમાં જાેડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે તમામ ડોક્ટરો ભાજપમાં જાેડાયા છે. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ કોરોના મહામારીમાં લોકો માટે દેવદુત બનીને અને પોતાના જાનના જાેખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર તબીબી જગતના ડોકટર્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ગાંધીનગર નિવાસ સ્થાને આમંત્રિત કરી તબીબોનો રૂણ સ્વીકાર કર્યો હતો.

મુખ્યમંત્રીએ આહવાથી અંબાજી, દ્વારકાથી શામળાજી, દેવગઢ બારિયાથી દિયોદર એમ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ૩ હજારથી વધુ ડોક્ટર્સની સમગ્ર સમાજને સ્વસ્થ રાખવાની અમૂલ્ય સેવાઓને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના ૩૫ જેટલા વરિષ્ઠ- સિનીયર ડોક્ટર્સ, જેઓ વિવિધ પદ પર સેવાઓ આપીને નિવૃત થયેલા છે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

રાજ્યભરમાંથી ઉમટેલા આ ડોક્ટર્સ મિત્રોએ પોતપોતાના વિસ્તારોની પ્રખ્યાત હસ્ત કલાકારીગીરી, ચીજવસ્તુઓ, તૈલચિત્રો, ફોટોફ્રેમ અને અન્ય સ્મૃતિ ચિન્હો મુખ્યમંત્રીને ભાવપૂર્વક અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ તબીબો સાથે સહજ સંવાદ સાધતાં કહ્યું હતુ કે, સામાન્યમાં સામાન્ય માનવી, છેવાડાના ગરીબને આરોગ્ય સેવા સહિતની સેવાઓ સરળતા અને કોઈ તકલીફ વિના મળે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે. ગુજરાત મેડિકલ સર્કલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly