મુખ્યમંત્રીનો આગવા અંદાજ… ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ

Desk Editor
By Desk Editor
Share this Article

 Ahmedabad News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી.

આ પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી.

ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ શ્રી હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વઓ બાબુસિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી અને મનપાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Big Update: ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીઓની નિમણૂંક, પૂર્ણેશ મોદીને બનાવાયા દીવ-દમણના પ્રભારી

Breaking News: બિહારમાં આવતીકાલે સાંજે થશે નવી સરકારની શપથવિધિ, બીજેપીના મોટા નેતાઓ પહોંચ્યા રાજભવન

તમને જણાવી દઈએ કે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે.


Share this Article
TAGGED: