અમદાવાદ આવીને અમિત શાહની સૌથી મોટી જાહેરાત, જો ભાજપ જીતશે તો આ નેતા હશે ગુજરાતના મુખ્યમંત્રી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ચૂટણી પહેલા ભાજપે એક મોટી જાહેરાત કરી દીધી છે જે અંગેસુધી બધા ઉત્સૂક હતા. આ જાહેરાત ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. અમિત શાહે ગુજરાતના સીએમના નામની જાહેરાત અમદાવાદમાં એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન કરી છે. શાહે આ વિશે વાત કરતા કહ્યું કે જો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. એટલે કે જુના મુખ્યમંત્રીને જ યથાવત રાખશે.

આ અગાઉ પણ એકવખત અમિત શાહ એક ખાનગી કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ જ આગામી સીએમ રહેશે તે વાત કહી ચૂક્યા છે અને ત્યારબાદ અમિત શાહના આ નિવેદન બાદ ભાજપ તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી છે, આ બેઠક અંગે વાત કરીએ તો વિધાનસભાને લઈને આ બેઠક ખુબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ  મતવિસ્તારથી બે મુખ્યમંત્રીઑ રાજ્યના મળ્યા છે, એક  આનંદીબેન પટેલ અને બીજા ભુપેન્દ્ર પટેલ.

આ અગાઉ 2012મા આનંદીબેન પટેલે અહીથી  ચુંટણી લડીને કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખથી વધુ મતો મહાત આપી હતી. ત્યારબાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીથી ચૂટણી લડવા જઈ રહ્યા છે.

 

 


Share this Article