BIG BREAKING: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતની ચૂંટણી ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ રાહ જાહેર રહી છે. 1. ડિસે અને 5 ડિસે. ગુજરાતની ચૂંટણી છે. 8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદારો, 182 ધારાસભ્યોને ચૂંટશે. આજે બપોરે 12 વાગ્યે કોન્ફરન્સ પણ શરૂ થઈ ગઈ હતી. ત્યારે જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સ શરૂ થતા જ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સૌને રાહ હતી. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પંચે પોતાની વાત કરતાં કહ્યું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો હતો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. જો સુવિધાની વાત કરવામાં આવે તો તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા આપવામાં આવશે. તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. આ વખતે વિશેષ તકેદારીના ભાગ રૂપે દરેક મતદાન મથકે સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે જે નવો પ્રયોગ ગણવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

સાથે જ રાજીવ કુમારે વાત કરી હતી કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા ઘણા મતદારો ઉમેરાયા છે. ભૂલો પણ સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવા શોધવામાં આવ્યા છે જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે તે માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.

 


Share this Article