નવરસ ધ જર્નિ ઓફ ઈમોશન…. સંસારમાં ભક્તિ, હાસ્ય, અદભૂત, શૃગાર, કરૂણ, રોદ્ર, ભયાનક, વીર અને શાન એ નવરસ છે.
આ નવરસની થીમ પર આજે અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળ આવેલા પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલમાં સોલા રોડ સ્થિતિ બ્લોમિંગ કેમ્પસ સ્કૂલનું અત્યંત અદભૂત એન્યુઅલ ફંક્શન યોજાયું હતું.
થીમ પર આયોજિત અલગ અલગ 21 ડાન્સમાં નાના ભૂલકાંથી લઈને ધોરણ 10 સુધીના બાળકોએ કરેલા પર્ફોમન્સે રીતસર આ હોલને ગજવી મૂક્યો હતો.
બાળકોના હોરરથી લઈને શોર્યકલાને પ્રદર્શિત કરતા આ પોગ્રામમાં વાલીઓ સાથે કેમ્પસ ડિરેક્ટરો પણ ઝૂમી ઉઠ્યા હતા.
સ્કૂલના ડિરેક્ટર વિમલ પટેલના માર્ગદર્શન હેઠળ સવારથી લઈને સાંજ સુધી ચાલેલા આ અનોખા ફંક્શનમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ફક્ત કાર્યક્રમ જ નહીં નાના ભૂલકાંઓ માટે સ્ટેજ પર્ફોમ કરવાનો એક આગવો લ્હાવો બનીને રહ્યો હતો.