ત્યજી દીધેલ નવજાત શિશુ માટે અમદાવાદ સિવિલમાં બંધાયું પારણું, 1200 બેડની હોસ્પિટલમાં નવી સુવિધા કરાઈ ઉપલબ્ધ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: 1200 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશદ્વાર આગળ એક પારણું મુકવામાં આવ્યું છે. સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી, ઝાડિયો કે અવાવરું જગ્યાએ ન મુકતા જો હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તો આ 1200 બેડ ઇમરજન્સીની બહાર મૂકેલા પારણામાં મૂકી સાથે રહેલ બેલ દબાવવાનું રહેશે.

આ રીતે બાળકને પારણામાં મુકનારની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. આ રીતે ત્યજી દીધેલ બાળક ને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે.


Share this Article