BIG BREAKING: આખરે ચિત્ર સ્પષ્ટ! ભૂપેન્દ્રએ નરેન્દ્ર નહીં પણ ગુજરાતના રાજકારણનો ઈતિહાસ તોડી નાખ્યો, BJP-156, કોંગ્રેસ-17, AAP-5, OTHER-4

Lok Patrika
By Lok Patrika
Share this Article

સવારના 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના એકસાથે 37 કેન્દ્રો પર બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે 9 વાગ્યાની આસપાસ EVMમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.  શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી હતી. તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ભારે ઉત્સાહ સાથે ઉમટી પડ્યા છે. મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.

5:30 વાગ્યે અપડેટ

-આમ જોવા જઈએ તો આ વખતે સરેરાશ મતદાન 2017 કરતાં ઓછું થયું હતું. ઓછા મતદારોમાંના જે લોકો બહાર નીકળ્યા તેમણે કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું એવું સાબિત થયું છે. કારણ કે ભાજપે આ વખતે ગુજરાતમા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફરી એકવાર ગુજરાતની જનતાએ સતત સાતમી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને અન્યના ફાળે 4 બેઠક આવી છે.

4:30 વાગ્યે અપડેટ

-ગીરસોમનાથમાં 4 પૈકી ત્રણ બેઠકો ભાજપના ફાળે, સોમનાથથી કોંગ્રેસના ઉમેદવારની જીત થતી જોવા મળી છે.
-ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની 74000 મતોથી જીત થઈ
-સાવરકુંડલામાં વાત કરીએ તો ભાજપના મહેશ કસવાળાનો વિજય થયો

-આમ આદમી પાર્ટીએ જે રીતે બેઠકો મેળવી ત્યારે એ જોઈને લોકો કહી રહ્યા છે કે- કોંગ્રેસ એટલી જુની પાર્ટી છે છતાં 16 જ બેઠક અને આમ આદમી પાર્ટી પહેલી જ વખત ચૂંટણી લડી રહી છે છતાં 4 બેઠક એટલે ઘણું સારુ કહી શકાય.
-ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને જીતનો ભગવો લહેરાવ્યો છે.
-કોંગ્રેસ ઉમેદવાર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ હાર સ્વીકારીને ભડાસ કાઢી હતી કે- સાવ આવુ પરિણામ આવશે તેવી અપેક્ષા નહોતી, મોંઘવારી, ગેસ, ખેડૂતોની સમસ્યા લોકોને નડી નથી.
-જામનગર જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ પર ભાજપની પ્રચંડ જીત તો બાકી રહેલી જામજોધપુરમાં આપની જીત નોંધાઈ.
-કોંગ્રેસ તો વિપક્ષ તરીકે પણ ન રહી; લોકસભાની જેમ વિધાનસભામાં પણ 10 ટકા સીટ પણ ના મળી.
-કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે
-કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અશ્વિન કોટવાલની ખેડબ્રહ્મા સીટ પર તુષાર ચૌધરી સામે હાર

3:50 વાગ્યે અપડેટ

-કોંગ્રેસ પાર્ટી માત્ર 16 જ બેઠક પર સમેટાઈ ગઈ છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી ખરાબ પરિણામ આ વખતે જોવા મળ્યા છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ રાજીનામું લખીને ખડગેને મોકલી દીધું છે.
-કાર્યકરે કોંગ્રેસ કાર્યાલયમાં જઈને ઘડિયાળ તોડી પાડી હતી.
-થરાદ સીટ પરથી ભાજપના શંકર ચૌધરીની પણ ભવ્ય જીત થઈ છે.
-ઈડર સીટ પરથી પૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરાની જીત થઈ છે.
– જો કે એક ખરાબ વાત એ પણ કહેવાય કે 6 ટર્મથી જીતી રહેલા ભાજપના કેશુ નાકરાણીની ગારિયાધાર સીટ પરથી આપના સુધીર વાઘાણી સામે હાર, હવે આપની 4 બેઠક પર જીત
-મત ગણતરી વચ્ચે
-નવસારીમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બોલાચાલી

3:20 વાગ્યે અપડેટ

– જે રીતે એક પછી એક જિલ્લો ભાજપ જીતી રહ્યું છે એના પરથી લાગી રહ્યું છે કે ભાજપ એકવાર ફરી જૂના રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.
-બનાસકાંઠાની વડગામ બેઠક પરથી કોંગ્રેસ જીગ્નેશ મેવાણીની જીત
-વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત
-ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર AAPના ચૈતર વસાવાની જીત. આ આપને ત્રીજી બેઠક મળી.
-ભાજપ હજુ પણ 157થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
-CM ભૂપેન્દ્ર પટેલનો 1,92,000 મતથી વિજય
-કલોલમાં બળવંતજી ઠાકોરની હાર, પાટણમાં કિરીટ પટેલ 16610 મતોથી જીત્યા

-બનાસકાંઠાની બધી બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા

દિયોદરમાં ભાજપ જીત્યું
થરાદમાં ભાજપ જીત્યું
પાલનપુરમાં ભાજપની જીત
ધાનેરામાં અપક્ષ ઘા મારી ગયું
દાંતામાં કોંગ્રેસ જીત્યું
વાવમાં પણ કોંગ્રેસ જીત્યું
કાંકરેજમાં કોંગ્રેસનો ભવ્ય વિજય
વડગામમાં પણ કોંગ્રેસની જીત
ડીસામાં ભગવો લહેરાયો

3:10 વાગ્યે અપડેટ

-ભારે રસાકસી બાદ સોમનાથમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાની જીત, રાપરમાં 577 મતથી ભાજપના વિજયી
-અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયા પ્રચંડ જીત તરફ, પરેશ ધાનાણીનો રેકોર્ડ તોડી 38 હજારથી વધુ મતથી આગળ છે ગારિયાધાર બેઠક પર સતત 6 ટર્મથી વિજેતા ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ પોતાની હાર સ્વીકારી લીધી છે.
-દક્ષિણ ગુજરાતમાં આપના સૂપડા સાફ થઈ ગયા છે અને ભાજપે ભગવો લહેરાવી દીધો છે
-સૌથી મોટાં જિલ્લાં કચ્છમાં ભાજપએ જીતનાં નગાડાં વગાડ્યાં છે. કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપ જીત્યું છે.
-કચ્છની તમામ 6 બેઠકો અબડાસા, માંડવી, ભુજ , અંજાર, ગાંધીધામ અને રાપરમાં BJPએ બેઠક જીતી છે.
અબડાસા- ભાજપના પ્રદ્યમનસિંહ જાડેજા
માંડવી- ભાજપના અનિરૂદ્ધ દવે
ભુજ – ભાજપના કેશવલાલ પટેલ
અંજાર- ભાજપના ત્રિકમ છાંગા
ગાંધીધામ – ભાજપના માલતિ માહેશ્વરી
રાપર – ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા

3:00 વાગ્યે અપડેટ

-ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની જીત થઈ ગઈ છે
-સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂતે ચંદનજી ઠાકોરને હરાવી દીધા
-ભાજપની ઐતિહાસિક જીતને લઈ ‘કમલમ’માં ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે
-બીજી એક વાત પણ સામે આવી રહી છે કે જો 19 બેઠક નહીં મળે તો કોંગ્રેસ વિપક્ષ પદ પણ ગુમાવશે

-કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરી, ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલ, ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના રમણ પાટકરનો વિજય થયો જોવા મળ્યો
-મતદારોએ ભાજપ તરફી મતદાન કરી દક્ષિણ ગુજરાતમાંથી કોંગ્રેસ અને આપ બંને બહારનો રસ્તો દેખાડ્યો છે.
-લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની જીત, ધ્રાંગધ્રાના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાની જીત, વાંકાનેરના ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીની જીત થઈ છે.

2:20 વાગ્યે અપડેટ

-નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેનની જીત થઈ છે.
-કોંગ્રેસના ગઢ ગણાતી ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે, જેને મહત્વની માનવામા આવે છે.
-આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. સાથે જ તેણે કહ્યું કે આ જીત PM મોદી અને ગુજરાતની જનતાની છે.
-AAP ના તમામ મોટા નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને ગોપાલ ઈટાલિયા સહિતના ઉમેદવારોએ કારમી હાર થઈ છે.

-CM ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.

2:00 વાગ્યે અપડેટ

-સૌથી મોટી વાત સામે આવી રહી છે કે ગુજરાતમાં 47 વર્ષ બાદ મહુધામાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરીને ભાજપે જીત હાંસલ કરી છે. ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો વિજય થયો છે. આપનું સુરતમાં જ સુરસુરિયું બોલી ગયું છે. નેતા વિપક્ષ સુખરામ રાઠવાની હાર થઈ ગઈ.
-મોટા ચહેરાની વાત કરીએ તો આંકલાવમાં અમિત ચાવડાની જીત બાદ રિકાઉન્ટીંગ થયું છે.
-મહુધા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત થઈ છે. 1975 બાદ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યો છે.
– આગળ પાછળ અને આગળ પાછળ થતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 30 હજાર મતથી આગળ હતા, ત્યારે જીતી ગયા છે.

-કુતિયાણામાં કાંધલ જ કિંગ સાબિત થયો અને ઢેલી બેન હારી ગયા છે. 26631 મતથી વિજયી થતાં જ કાંધલે વિજય યાત્રા કાઢી હતી.
-સુરતમાં આપના બેય મુખ્ય ચહેરાની હાર થઈ છે અને ભાજપ બહુમતી સાથે જીતી ગયું છે.
-ઇડરમાં પણ ભાજપના રમણલાલ વોરા અને મોડાસામાં ભીખુભાઈ પરમારની જીત થઈ ગઈ છે.

1:40 વાગ્યે અપડેટ

-સુરતમાં જ આમ આદમી પાર્ટીની હવા નીકળી ગઈ, ચારેકોર ભાજપ જ ભાજપની જીત થઈ રહી છે. સુરતમાં આપના સૂપડા સાફ થઈ ગયા એવું કહીએ તો ખોટું નથી.

-CM ભુપેન્દ્ર પટેલ પોતાનો જ રેકોર્ડ તોડી 1.23 લાખ મતથી આગળ આવ્યા.

-AAPના અલ્પેશ કથીરિયાને હરાવીને પૂર્વ મંત્રી કુમાર કાનાણીની જીત થઈ ગઈ છે. તો ગોપાલ ઇટાલિયાની પણ હાર થઈ ગઈ છે.

-મોરબી દુર્ઘટનામાં નદીમાં કૂદી સેવક બનેલા કાંતિ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.

-વિરમગામમાં હાર્દિક પટેલની પણ જીત થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, 50,000 મતોથી તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે.

1:00 વાગ્યે અપડેટ

– જશ્નના માહોલ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમમાં પહોંચ્યા છે.

-AAPના CM ચહેરા ઈશુદાનની હાર થઈ છે અને મુળુભાઈ બેરાની ત્યાં જીત નક્કી થઈ ગઈ છે.

-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરના સમાચાર છે કે ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની ભવ્ય જીત થઈ ગઈ અને કોંગ્રેસના કથીરિયા મનોજભાઈની હાર થઈ છે.

-વહેલી સવારથી જ લીડમાં રહેલા ભાાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત થઈ ગઈ છે અને ત્યાં અલગ જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

-સુરતમાં તમામ 16 બેઠક પર એકપણ બેઠકમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલે એવી શક્યતા નથી લાગી રહી. તમામ બેઠકો પર ભાજપની જીત નક્કી દેખાઈ રહી છે. દરેક નેતાઓને હજારો મતની લીડ મળી રહી છે તો ઘણા નેતાઓ જીતી પણ ગયા છે.

– મોટા ચહેરાઓની વાત કરીએ તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે પરાજય થયો છે અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ હારી ગયા છે. ગેસના બાટલા સાથે મત દેવા પહોંચેલા પરેશ ધાનાણીને પણ ઝાકારો મળ્યો છે.

– ભારે લીડથી જ આગળ વધતા નેતા થરાદમાં શંકર ચૌધરી અને દીયોદરમાં કેશાજી ચૌહાણની જીત થઈ ગઈ. તો અરવલ્લી જિલ્લામાં પણ ભાજપે પોતાનું ખાતુ ખોલી નાખ્યું છે

-વડોદરામાં આખું શહેર ભાજપના રંગમાં રંગાયુ, તમામ બેઠક પર ભવ્ય વિજય. બળવાખોરો તો ખરાબ રીતે હાર્યા, વાઘોડિયામાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને પાદરામાં દિનુ મામા બનેની કારમી હાર થતાં જ લોકોએ ઝાકારો આપ્યો છે.

– વિસાવદરમાં પણ AAPના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઈ છે. આ આમ આદમી પાર્ટીને બીજી બેઠક મળી છે. વિસાવદર સીટ પરથી પક્ષ પલટું હર્ષદ રિબડિયાની AAP સામે હાર થઈ છે.

-દાહોદની પણ તમામ બેછક પર ભાજપ આગળ છે

-જો કે ગારિયાધારમાં પણ જોવા જેવું થયું અને સતત 6 ટર્મથી વિજેતા ભાજપના કેશુ નાકરાણીએ સામેથી જ હાર સ્વીકારી લીધી છે. તો વળી ભુજની કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે ચક્કાજામ કરીને હલ્લા બોલ કરી દીધો છે.

-હાલમાં ભાજપ 153 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 20 તો આમ આદમી પાર્ટી 5 બેઠક પર આગળ ચાલી રહી છે. અન્ય બેઠકમાં 4 બેઠક આગળ ચાલી રહી છે.

12:45 વાગ્યે અપડેટ

-AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યું છે અને જામજોધપુરમાં આપના હેમંત ખવાએ ભાજપના પૂર્વ મંત્રીને હરાવી દીધા છે. તો કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી 5000 મતથી આગળ છે.

-અત્યાર સુધીમાં 40 બેઠક પર ભાજપે તો એક બેઠક પર કોંગ્રેસે મારી બાજી

-તો દસમાં રાઉન્ડના ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના પુરુષોત્તમ સોલંકી 42,179 મતથી આગળ રહ્યા છે અને ત્યાં પણ જશ્નનો માહોલ છે.
-દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.
-ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર બારમાં રાઉન્ડના અંતે ભાજપના જીતુ વાઘાણી 21000 મત કરતા વધુ મતથી આગળ નીકળી ગયા છે.

-PM મોદીએ CM પટેલ ફોન કરીને જીતની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

-અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયા પ્રચંડ જીત તરફ,
-કૌશિક વેકરિયા ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યા છે.
-અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતોની લીડથી વિજય મેળવે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
-જામનગર ઉત્તર બેઠક પર રીવાબા જાડેજા 27250 મતથી આગળ છે.

12:20 વાગ્યે અપડેટ

-સમગ્ર ગુજરાતમાં હાલમાં ભાજપનો રંગ ઉડી રહ્યો છે. ત્યારે ગારિયાધાર, બોટાદ, જામજોધપુર, ભીલોડા, વિસાવદર, ડેડીયાપાડામાં AAP આગળ જોવા મળી રહી છે. પરંતુ ઇસુદાન અને ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે. તો વળી કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત થઈ ગઈ છે. ઇસુદાનઆઈ ગઢવી 11 હજાર મતથી પાછળ રહી ગયા છે.

-સૌરાષ્ટ્ર-કચ્છ: અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયા પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યા છે, તો એ જ રીતે પરેશ ધાનાણીનો રેકોર્ડ તોડી 38 હજાર મતથી આગળ નીકળી ગયા છે. જામનગર ઉત્તર બેઠક પર રીવાબા 18 હજારથી વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે.

-દક્ષિણ ગુજરાત: સવારથી જ હંમેશા આગળ રહેતા મજૂરામાં હર્ષ સંઘવીની જીત નક્કી થઈ ગઈ છે. તો વરાછામાં અલ્પેશ કથીરિયા પણ પાછળ જોવા મળી રહ્યા છે.

-મધ્ય ગુજરાત: સૌથી મહત્વની વાત અહીં એ છે કે વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની હાર થઈ ગઈ છે. કે જેણે જીતની ખુબ જ મોટે મોટથી જાહેરાત કરી હતી. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. 61 બેઠકમાંથી 55 બેઠક પર ભાજપ આગળ છે. 4 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 2 બેઠક પર અન્ય આગળ છે.

ઉત્તર ગુજરાત- અહીં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનો જાદુ ચાલ્યો છે અને 17 હજારની લીડથી આગળ નીકળી ગયા છે. કલોલમાં બળદેવજી હાર તરફ, કાંકરેજમાં ભાજપ તો ધાનેરામાં અપક્ષ આગળ જોવા મળી રહ્યા છે.

11:50 વાગ્યે અપડેટ

-11મીએ શપથવિધિ થઈ શકે છે. પરિણામ પરથી એવું કહી શકાય કે ગુજરાતીઓએ AAPની રેવડી ફગાવી છે અને પરિવર્તન નહીં, પુનરાવર્તન જ જનતાનો ચુકાદો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસને વિપક્ષની માન્યતા મળી શકે કેમ એની પણ શંકા દેખાઈ રહી છે. કારણ કે ભાજપે બધે જ ભગવો લહેરાવી દીધો છે.

-સૌરાષ્ટ્ર-કચ્છ: અહીંથી સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ભીખાભાઈ જોશીએ હાર સ્વીકારી લીધી છે, દર્શિતા શાહે 64000ની લીડ સાથે રૂપાણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. તો વળી ખંભાળિયામાં કસોકસનો જંગ જામ્યો છે કારણ કે ત્યાં હવે ઈશુદાન ગઢવી પાછળ રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાની હાર સ્વીકારી છે. અને જણાવ્યું હતું કે, 2012થી લઈ અત્યારસુધી એક પણ એવું કૃત્ય નથી કર્યું કે મારા મતદારોને મને મત આપવામાં પસ્તાવો થાય, છતાં પણ જે થયું એ હું સ્વીકારું છું.

-મધ્ય ગુજરાત: વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની હાર લગભગ નિશ્ચિત જોવા મળી રહી છે. વડોદરાની 8 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ આગળ છે. તો વળી વડોદરામાં ભાજપ 5 બેઠક પર જીતી ગયું છે.

-ઉત્તર ગુજરાત: અહીં વાવમાં ગેનીબેન, વડગામમાં મેવાણી અને કલોલમાં બળદેવજી આ તમામ નેતાઓ હાર તરફ આગળ વધી રહ્યા છે.

11:35 વાગ્યે અપડેટ

-સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે PM મોદી આવશે અને ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવશે. 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે.

-સૌરાષ્ટ્ર-કચ્છ: અહીં જસદણમાં ગુરૂ કુંવરજી બાવળિયા સામે શિષ્ય ભોળા ગોહેલે હાર સ્વીકારી લીધી હતી. તો વળી જીતુ વાઘાણી ફરીથી આગળ થઈ રહ્યા છે. એ જ રીતે જીતની નજીક આવેલા રિવાબાને 18 હજારથી વધુની લીડ મળી રહી છે.

-મધ્ય ગુજરાત: અહીં તો ચારેકોર ભગવો છે, પરંતુ ક્યાંક કોંગ્રેસની પણ જીત જોવા મળી રહી છે. ઘાટલોડિયામાં CM ભુપેન્દ્ર પટેલની જીત, જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનો વિજય, 56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.

-ઉત્તર ગુજરાત: અહીં વાવમાં ગેનીબેનનો જાદુ ચાલી રહ્યો છે. તો વડગામમાં મેવાણી અને કલોલમાં બળદેવજી હાર તરફ ધકેલાયા છે.

11:20 વાગ્યે અપડેટ

-એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હારની બીકથી કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ ગળે ટૂપો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે. તેઓ ગાંધીધામના ઉમેદવાર છે અને મતગણતરી કેન્દ્ર પર જ તેઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ ગઈ છે તો વળી જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અને અસારવા સીટ પરથી દર્શના વાઘેલાની જીત પણ નક્કી થઈ ગઈ છે.

-ગુજરાતીઓ એક નવો ઈતિહાસ જોવાના છે. કારણ કે ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહનો 149 સીટનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને જેની ખુશીમાં કમલમમાં ઉજવણી શરૂ કરવામાં આવશે. સી.આર પાટીલ પણ 12.30 વાગ્યે કમલમ પહોંચીને જીતની ખુશી ઉજવવાના છે. ભાજપ 156+1(જીત), કોંગ્રેસ 14, આમ આદમી પાર્ટી 6 અને અન્ય 4 સીટ પર આગળ છે.

-અમદાવાદ ખાડિયા કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની સત્તાવાર જીત
-અમદાવાદ અસારવામાં ભાજપની જીત
– હાર્દિક પટેલ 16 હજાર મતથી આગળ

-નર્મદાના ડેડિયાપાડામાં આપના ઉમેદવાર ચૈતર વસાવા 14774 મતોથી આગળ

-દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત

-ધોરાજી અને જલાલપોર બેઠક પર ભાજપની જીત
-અમદાવાદની જમાલપુર બેઠક પર કોંગ્રેસે મારી બાજી

-સૌરાષ્ટ્ર-કચ્છ: આ વિસ્તારમાં હાલમાં જોવા મળી રહ્યું છે કે માણાવદરમાં જવાહર ચાવડા પાછળ, વિસાવદરમાં વિરજી ઠુંમરની સાઇડ કાપી આપ આગળ નીકળી ગઈ છે. જ્યારે ઈસુદાન પણ આગળ જ ચાલી રહ્યા છે. ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 20 હજારથી વધુની લીડ છે ત્યારે તેમના નિવાસસ્થાને કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જ્યારે જામનગરમાં રીવાબા પણ ફરી આગળ થયા છે.

-દક્ષિણ ગુજરાત: સવારથી જ આગળ ચાલી રહેલા મજૂરામાં હર્ષ સંઘવી 30 હજાર અને વલસાડમાં ભરત પટેલ 60 હજાર મતથી આગળ જોવા મળ્યા છે. જીતનો દાવો કરતી આમ આદમી પાર્ટી હજુ એકપણ બેઠક પરથી આગળ નીકળી શકી નથી. ભરૂચની વાગરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુલેમાનભાઈ પટેલ અને અંકલેશ્વર બેઠક પર કોંગ્રેસના વિજયસિંહ પટેલ આગળ ચાલી રહી છે.

-મધ્ય ગુજરાત: અહીં પણ સવારથી જ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ, વાઘોડિયામાં દબંગ નેતા પાછળ, 56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ નીકળી ગયા છે.

-ઉત્તર ગુજરાત: હાલની પરિસ્થિતિ પ્રમાણે અહીં 32માંથી 25 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ છે. ઉત્તર ગુજરાતની 32 બેઠક પર સરેરાશ 62.02 ટકા મતદાન થયું હતું.

10:50 વાગ્યે અપડેટ

-ઉત્તર ગુજરાત: થરાદમાં ‘કમળ’ સામે ‘ગુલાબ’ જોખમમાં મુકાઈ ગયું છે, કારણ કે શંકર ચૌધરી 20 હજારની લીડ આગળ છે, અને વિસનગરમાં ઋષિકેશ પટેલ પાછળ રહી ગયા છે. તેઓ પહેલા આગળ હતા પણ હવે કોંગ્રેસ આગળ વધી ગયું છે.

-મધ્ય ગુજરાત: કાલોલમાં કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ અને આંકલાવમાં અમિત ચાવડા પાછળ રહી ગયા છે. કુલ બેઠકની વાત કરીએ તો 55 બેઠકમાં ભાજપ આગળ અને 5 બેઠકમાં કોંગ્રેસ આગળ છે. આપનો કોઈ અત્તોપતો દેખાઈ રહ્યો નથી.

-દક્ષિણ ગુજરાત: મજૂરામાં હર્ષ સંઘવી 20 હજાર અને વલસાડમાં ભરત પટેલ 43 હજાર મતથી આગળ, સુરતમાં ભાજપે આમ આદમીને બધી રીતે પછાડી દીધી છે. ભરૂચની વાગરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુલેમાનભાઈ પટેલ અને અંકલેશ્વર બેઠક પર કોંગ્રેસના વિજયસિંહ પટેલ આગળ ચાલી રહી છે.

-સૌરાષ્ટ્ર-કચ્છ: અહીં પણ ભાજપ જ આગળ ચાલી રહ્યું છે. માણાવદરમાં જવાહર ચાવડા પાછળ છે, દર્શિતા શાહને 47 હજાર અને જયેશ રાદડિયાને 39 હજારની લીડ મળતા જ ચારેકોર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. પબુભા પણ સવારથી જ આગળ જોવા મળી રહ્યા છે.

– તો કતારગામ બેઠક પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાર તરફ ધકેલાઈ રહ્યા છે અને ભાજપ ત્યાં પણ ડંકો વગાડી શકે છે.

-ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્વિત જોવા મળી રહી છે. કારણ કે હાલ ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા અધધ.. 20,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

-લલિત વસોયાની હાર બાદ ટંકારા બેઠક પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા હાર તરફ જતા જોવા મળી રહ્યા છે. હાલ ભાજપ ઉમેદવાર 7 હજાર મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

-પોરબંદર બેઠક પર અર્જૂન મોઢવાડિયા ભારે લીડથી આગળ નીકળી રહ્યા છે. હાલ તેઓ 5 હજાર લીડથી આગળ છે અને જીતી શકે તેવા પુરેપુરા અણસાર પણ દેખાઈ રહ્યા છે.

10:35 વાગ્યે અપડેટ

-શરૂઆતના વલણમાં જોઈએ તો ભાજપ ઐતિહાસિક જીત તરફ જોવા મળી રહ્યું છે, શરૂઆતી વલણમાં ભાજપ 151 બેઠક પર આગળ નીકળીને તમામ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. એ જ રીતે કોંગ્રેસ 20માં આગળ છે તો સરકાર બનવાનો દાવો કરવી  AAP પાર્ટી ખાલી  7 બેઠકમાં આગળ છે એ જ રીતે અન્ય 4 બેઠકો પણ  આગળ નીકળી ગઈ છે.

-ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે હાલના વલણો મુજબ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

-જલાલપોરમાં 51 હજાર મતથી ભાજપ આગળ, નવસારીમાં કોંગ્રેસના અનંત પટેલ 10 હજાર મતથી આગળ, સિદ્ધપુરમાં પણ કોંગ્રેસ ઉમેદરવાર 11 હજાર મતથી આગળ છે

-ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહનો 151 સીટનો રેકોર્ડ તોડી નાખ્યો છે તો એ જ અરસામાં કમલમમાં ઉજવણી શરૂ કરવામાં આવી ગઈ છે. તો આ તરફ ઇસુદાન ગઢવી 4 હજાર મતે આગળ છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાછળ રહી ગયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ: અહીં આપનું જોર વધારે જોવા મળી રહ્યું છે. જામજોધપુરમાં આપના હેમંત ખવા આગળ છે. ધોરાજીમાં વસોયાએ હાર સ્વીકારી, કહ્યું- આપ ભાજપની બી ટીમ એ સાબિત થયું, રાજકોટમાં ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા આગળ છે, મોરબીમાં મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા આગળ, પોરબંદરમાં કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા આગળ નીકળી ગયા છે.

દક્ષિણ ગુજરાત: હર્ષ સંઘવી 20 હજારથી મતથી આગળ, આપને પછાડી ભાજપ 31 બેઠક પર આગળ, કોંગ્રેસ 2 અને AAP 2 બેઠક પર આગળ છે. સુરતની કરંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી સારી લીડ સાથે ચાલી રહ્યા છે.

મધ્ય ગુજરાત: વહેલી સવારથી જ ભાજપ આગળ છે. CM ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ તો કુલ 55 બેઠકમાં ભાજપ, 5 બેઠકમાં કોંગ્રેસ આગળ, અમદાવાદની 20 બેઠક પર ભાજપ આગળ જ રહેતું જોવા મળી રહ્યું છે. વિરમગામમાં હાર્દિક પટેલ આગળ નીકળી ગયા છે. તો વળી વેજલપુરની બેઠક પર અમિત ઠાકર ભારે મતથી આગળ છે.

ઉત્તર ગુજરાત: અહીં વિસનગરમાં ઋષિકેશ પટેલ પહેલા આગળ હતા પણ હવે પાછળ રહી ગયા છે. તો થરાદમાં શંકર ચૌધરી 10 હજારની લીડથી આગળ જ છે અને ગાંધીનગરમાં પણ અલ્પેશ ઠાકોર આગળ પડતા દેખાઈ રહ્યા છે.

10:15 વાગ્યે અપડેટ

-ગુજરાત વિધઆનસભા ચૂંટણીના પરિણામ પહેલા ગૃહપ્રધાન હર્ષ સંધવીએ ટ્વિટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ વખતે ભાજપ 147 થી વધુ બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તેથી ભાજપ તમામ રેકોર્ડ તુટે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

-પરિણામ પહેલા જ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં ભાજપ ઉમેદવાર ધમેન્દ્ર પાડલિયાની સત્તાવાર જીત જાહેર કરવામાં આવી છે.

-ભાજપે ટ્રેન્ડમાં તો માધવસિંહનો 151 સીટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યાં પણ જુઓ ત્યાં ભાજપ જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે..

-સૌરાષ્ટ્ર-કચ્છ: ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે. તો ભાજપ 42, કોંગ્રેસ 6, આપ 4 અને અન્ય 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. જો થોડી બેઠકની વાત કરવામાં આવે તો જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ આગળ છે. ધ્રાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ પપ્પુભાઈ ઠાકોર આગળ છે. રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ આગળ છે. ધારી બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા આગળ છે.

-દક્ષિણ ગુજરાત: સવારથી જ હર્ષ સંઘવી આગળ છે અને 20 હજારથી મતની લીડ છે. આપને પછાડી ભાજપ 28 બેઠક પર આગળ દોડી રહ્યું છે. તો કોંગ્રેસ 3 અને AAP 4 બેઠક પર જ આગળ જોવા મળી રહ્યું છે. સુરત નોર્થથી કાંતિ બલ્લર આગળ, વરાછા માર્ગથી કુમાર કાનાણી આગળ, કતારગામથી વિનૂ મોરડિયા આગળ તો નાંદોદ (ST)થ ડો.દર્શના વસાવા આગળ છે.

-મધ્ય ગુજરાત: ભાજપના એક્કા સમાન CM ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ વધી રહ્યા છે. કુલ બેઠકની આગળ વાત કરીએ તો 56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ અને સૌથી મોટી વાત એ છે કે અમદાવાદની તમામ 21 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

-ઉત્તર ગુજરાત: અહીં પણ ભાજપ જ ભાજપની બુમાબુમ છે. થરાદમાં શંકર ચૌધરી 10 હજારની લીડથી આગળ ચાલી રહ્યા છે, એ જ રીતે ઇડરમાં રમણલાલ વોરા અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ આગળ, પાટણમાં રાધનપુર પર લવિંગજી ઠાકોર આગળ, મહેસાણામાં વિસનગરથી ઋષિકેશ પટેલ આગળ, ગાંધીનગરમાં ગાંધીનગર નોર્થ પર રીટા પટેલ આગળ જોવા મળી રહ્યા છે.

મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે. તેમણે એ પણ વાત કરી કે આમ આદમી પાર્ટીના કારણે સૌરાષ્ટ્રમાં અમારી બેઠકો જઈ રહી છે.

9:50 અપડેટ

-સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ પૂર્વમાં કાનગડ, ધારીમાં કાકડિયા અને કાલાવડમાં મેઘજી ચાવડા આગળ, જયેશ રાદડિયાને 16 હજારની લીડથી આગળ છે. રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ આગળ છે. ધારી બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા પણ આગળ છે. તો કાલાવડમાં ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા આગળ જોવા મળી રહ્યા છે. ભાજપ 150 સીટનો પણ રેકોર્ડ તોડે એવી શક્યતાઓ જોવા મળી રહી છે.

-દક્ષિણ ગુજરાત: મજૂરામાં હર્ષ સંઘવી વહેલી સવારથી જ લીડમાં છે. આપને પછાડી ભાજપ 30 બેઠક પર આગળ છે તો કોંગ્રેસ 3 અને AAP 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. ઓલપાડથી મુકેશ પટેલ, માંગરોળ માંડવીથી (ST) સાયનાબેન ગામીત અને ગણપત વસાવા તો વળી વરાછા માર્ગથી કુમાર કાનાણી આગળ નીકળી ગયા છે.

-મધ્ય ગુજરાત: ડભોઈમાં ભાજપના શૈલેષ સોટ્ટા અને વિરમગામમાં હાર્દિક પટેલ આગળ જોવા મળી રહ્યા છે. 52 બેઠકમાં ભાજપ, 7 બેઠકમાં કોંગ્રેસ આગળ છે તો આપનો કોઈ અત્તોપત્તો નથી. આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ
નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ છે. વિરમગામમાં ચોથા રાઉન્ડમાં પણ હાર્દિક પટેલ આગળ છે.

-ઉત્તર ગુજરાત: ઈડરમાં રમણલાલ વોરા, પાટણમાં કિરીટ પટેલ અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે. તો વાવ-થરાદમાં ગેનીબેન અને ગુલાબસિંહ પાછળ રહી ગયા છે.

9:40 અપડેટ

-હર્ષ સંઘવી મૂજરા બેઠક પર 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે.

-AAP પાર્ટીનો CM ચહેરો ઇસુદાન ગઢવી ભારે લીડથી આગળ જોવા મળી રહ્યા છે. તેઓને 2100થી વધુની લીડ મળતી દેખાય છે. તો વળી બોટાદ, ગારિયાધાર, ચોટીલામાં પણ આપનું ઝાડું ફરી રહ્યું છે અને આગળ ચાલી રહ્યા છે. રીવાબા અને કાંધલ ફરી આગળ થતાં જોવા મળી રહ્યા છે.

-દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો મજૂરામાં હર્ષ સંઘવી લીડમાં જ જોવા મળી રહ્યા છે. આપને પછાડી ભાજપ 29 બેઠક પર આગળ નીકળી ગયું. તો વળી કોંગ્રેસ 3 અને AAP 3 અને અન્ય બેઠક પણ એકમાં આગળ જોવા મળી રહી છે.

-મધ્ય ગુજરાતમાં વલણ બદલાતું જોવા મળી રહ્યું છે વિરમગામમાં હાર્દિક પટેલ હવે આગળ થઈ ગયા છે. તો સાવલીમાં જાણીતું નામ કેતન ઇનામદાર પણ આગળ છે. એ જ રીતે કુલ વાત કરીએ તો 52 બેઠકમાં ભાજપ, 7 બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

-ઉત્તર ગુજરાતનું વલણ એવું કહે છે કે પાટણમાં કિરીટ પટેલ અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ છે. તો કુલ 25 બેઠક પર ભાજપ, 5 પર કોંગ્રેસ અને 1 પર આપ આગળ જોવા મળી રહ્યું છે.

9:25 અપડેટ

-શરૂઆતી ટ્રેન્ડમાં જોવા મળ્યું કે કોંગ્રેસના વોટ શેરના બે ફાડિયા થઈ ગયાય AAPનો 13.4%, કોંગ્રેસનો 27.5% અને ભાજપનો 54% વોટ શેર જોવા મળ્યો હતો.

-સૌરાષ્ટ્ર-કચ્છ મતગણતરી કેન્દ્રથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઇસુદાન ગઢવીને 2 હજાર મતની લીડ મળી છે. ગણતરીમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જયેશ રાદડિયા, કનુ કળસરિયા, રમેશ ટીલાળા આગળ છે તો રીવાબા, વાઘાણી, લલિત વસોયા પાછળ રહી ગયા છે.

-દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભાજપનો જ દબદબો જોવા મળી રહ્યો છે. મજૂરામાં હર્ષ સંઘવી સવારથી જ આગળ છે તો કુલ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ 27, કોંગ્રેસ 5 અને આપ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

-મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામમાં હાર્દિક આગળ થઈ ગયો છે તો એ જ રીતે માંજલપુરમાં યોગેશ પટેલ આગળ છે. ઝાલોદમાં AAPના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કુલ વાત કરવામાં આવે તો 48 બેઠકમાં ભાજપ, 13 બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

-ઉત્તર ગુજરાતમાં પણ ભાજપ જ ભાજપ દેખાઈ રહ્યું છે. થરાદમાં શંકર ચૌધરી અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ, 25 બેઠક પર ભાજપ, 5 પર કોંગ્રેસ અને 1 પર જ આપ આગળ

9:10 અપડેટ

-સમગ્ર ગુજરાતમાં જોરોશોરોથી મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે જાણવા મળ્યું છે કે કુલ બેઠકમાંથી ભાજપ 133, કોંગ્રેસ 41 અને આપ 5 પર આગળ છે.

-સૌરાષ્ટ્રમાં ફેરબદલ જોવા મળી રહ્યો છે. જયેશ રાદડિયા, દર્શિતા, ગીતાબા, બાવળિયા, કાંધલ જાડેજા પણ આગળ થઈ ગયા છે. તો જામનગરમાં રીવાબા અને ભાવનગરમાં વાઘાણી પાછળ રહી ગયા છે.

-દક્ષિણ ગુજરાતની હવા કહે છે કે વરાછામાં અલ્પેશ અને મજૂરામાં હર્ષ સંઘવી આગળ જોવા મળી રહ્યા છે. કુલ વાત કરીએ તો ભાજપ 28, કોંગ્રેસ 4 અને આપ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ક્યારે આપનો જાદુ જોવા મળે એની પણ લોકો રાહ જોઈ રહ્યા છે.

-મધ્ય ગુજરાતની મત ગણતરી એવું કહી રહી છે કે અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. જો થોડી વિગતે વાત કરીએ તો..

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ
વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ
મહીસાગરની 3 બેઠક પર કોંગ્રેસ આગળ
નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ
વિરમગામમાં આપ આગળ, હાર્દિક પટેલ પાછળ
પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ
દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ
ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

-એ જ રીતે ઉત્તર ગુજરાતની મતગણતરીથી અપડેટ સામે આવી રહ્યું છે કે 24 બેઠક પર ભાજપ, 6 પર કોંગ્રેસ અને 1 પર આપ આગળ ચાલી રહ્યું છે.
ત્યાં ગેનીબેન, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી આગળ ચાલી રહ્યા છે.

8:55 અપડેટ

-હાલની માહિતી પ્રમાણે વાત કરીએ તો ભાજપ 122, કોંગ્રેસ 56 અને આપ 3 પર આગળ ચાલી રહ્યું છે. આપના ચૈતર વસાવા અને ઇસુદાન ગઢવી આગળ જોવા મળી રહ્યાં છે. તો ધાનેરામાં કંઈક અલગ જ જોવા મળ્યું અને અપક્ષ આગળ ચાલી રહ્યું છે

-સુરતમાં મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી હજુ પણ આગળ જ વધી રહ્યા છે. કુલ વાત કરીએ તો 21 બેઠક પર ભાજપ આગળ નીકળી ગયું છે અને 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ ચાલી રહ્યું છે.

-વિરમગામમાં AAP આગળ નીકળી ગયું છે અને હાર્દિક પટેલ હજુ પણ પાછળ ચાલી રહ્યા છે. તો દબંગ નેતા વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ પાછળ ચાલી રહ્યા છે. કુલ વાત કરીએ તો 37 બેઠક પર ભાજપ અને 12 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

-ઉત્તર ગુજરાતમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળી રહ્યો છે. ત્યાં પણ 23 બેઠક પર ભાજપ આગળ છે તો વળી 7 પર કોંગ્રેસ અને 7 બેઠક પર આપ પણ આગળ જોવા મળી રહ્યું છે. થરાદમાં શંકર ચૌધરી અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર પણ આગળ જોવા મળી રહ્યા છે.

-સૌરાષ્ટ્ર-કચ્છનો માહોલ કંઈક એવો છે કે 37 બેઠક પર ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યા છે. ચર્ચિત ચહેરાની વાત કરવામાં આવે તો દર્શિતા, ગીતાબા, રીવાબા પણ આગળ અને આ તરફ બાવળિયા, વાઘાણી અને કાંધલ જાડેજા પાછળ જોવા મળી રહ્યા છે.

8:45 વાગ્યે અપડેટ

-વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ જોવા મળી રહ્યું હતું. મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા આગળ અને ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ છે. ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી સૌથી આગળ છે તો વળી વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ રહી ગયા છે. ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર હજુ પણ આગળ ચાલી રહ્યા છે. કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ આગળ જોવા મળી રહ્યા છે.

-જો હાલની પરિસ્થિતિ પ્રમાણે આખા ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપે બુલેટની સ્પીડ પકડી જોવા મળી રહી છે. ભાજપ 112, કોંગ્રેસ 37 અને આપ ખાલી 3 સીટ પર આગળ ચાલી રહ્યું છે. પરંતુ હાર્દિક પટેલ તો આપ પાર્ટી કરતાં પણ પાછળ ચાલી રહ્યો છે

-સૌરાષ્ટ્ર-કચ્છમાં માહોલ બની રહ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, જીતુ વાઘાણી, પરષોત્તમ સોલંકી, અર્જુન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે.

-ઈસુદાન ગઢવીને પણ ભારે ઉતાર ચઢાવ આવી રહ્યા છે. પહેલા આગળ પછી પાછળ અને હવે ફરી આગળ જોવા મળી રહ્યા છે. તો પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અરવિંદ લાડાણી હજુ પણ આગળ જ ચાલી રહ્યા છે. બધા નેતાઓમાં કંઈક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

-દક્ષિણ ગુજરાત તરફનો માહોલ કહી રહ્યો છે કે મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ દોડી રહ્યા છે. તો વળી આઠ બેઠક પર પણ ભાજપ આગળ નીકળી ગયું છે. સુરત પર આખા ગુજરાતની આ વખતે ખાસ નજર છે. કારણ કે ત્યાં આપ પાર્ટીનું જોર વધારે જોવા મળી રહ્યું છે.

-મધ્ય ગુજરાતની મતગણતરી વિશે જો વાત કરીએ તો વડોદરામાં BJP-AAP વચ્ચે હોબાળો થતાં માહોલ બગડી ગયો હતો. ત્યાં પણ 17 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. -ઘાડલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ હજુ પણ આગળ જ છે. તો વળી આપનું ક્યાંય ખાતું ખુલતુ પણ જોવા મળી રહ્યું નથી.

ઉત્તર ગુજરાતમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ત્યાં વાવ, થરાદ અને દિયોદરમાં ભાજપ આગળ દોડી રહ્યું છે.

8:30 વાગ્યે અપડેટ

-આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈસુદાન ગઢવી થોડીવાર આગળ રહ્યા બાદ પાછળ જોવા મળી રહ્યા છે. તો વળી પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અરવિંદ લાડાણી આગળ જોવા મળી રહ્યા છે.

-મધ્ય ગુજરાતના હાલના માહોલની વાત કરવામાં આવે તો 13 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ ઘાડલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ હજુ આગળ જ છે. એ જ રીતે વડોદરામાં BJP-AAP વચ્ચે હોબાળાનો માહોલ જોવા મળી રહ્યો છે.

-મહેસાણાથી એક ખુબ જ મોટી માહિતી મળી રહી છે કે મતગણતરી કેન્દ્રની ચાવી જ ગુમ થઈ ગઈ છે. તો વળી મોડાસાના GEC મતગણતરી કેન્દ્ર પર બિનવારસી બેલેટપેટી મળી આવતા ત્યાં પણ માહોલ ગરમ દેખાઈ રહ્યો છે.

8:23 વાગ્યે અપડેટ

-તો આ તરફથી માહિતી સામે આવી રહી છે કે પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ જઈ રહ્યા છે.

-એ જ રીત વાત કરીએ જો દક્ષિણ ગુજરાતની તો પોસ્ટલ બેલેટમાં ભાજપ ત્રણ બેઠક પર આગળ, આપ એક બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે

-મધ્ય ગુજરાત તરફ નજર કરતાં જાણવા મળે છે કે 4 બેઠક પર ભાજપ આગળ છે તો વળી ઘાડલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ આગળ નીકળી રહ્યા છે.

-ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં પોસ્ટલ બેલેટની ગણતરીનો પ્રારંભ થતાં જ શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 14માં તો કોંગ્રેસ 5 સીટ પર આગળ જોવા મળી રહ્યું હતું. તો વળી શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 22માં તો કોંગ્રેસ 8 અને આપ પણ 2 સીટ પર આગળ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે ઓછું મતદાન અને ત્રિ-પાંખિયો જંગ શું પરિણામ લાવશે તે સૌથી મોટું આશ્ચર્ય છે. હાલ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. મત ગણતરી કેન્દ્રો પર વિવિધ પાર્ટીના ઉમેદવારો, નેતાઓ અને કાર્યકરો પહોંચી ગયા છે. મત ગણતરી કેન્દ્રો પર લોકોનો મેળાવડો જામ્યો છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly