અમદાવાદમાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાઇ સાઇકલ, વ્હીલ ચેર અને પાટલાનું વિતરણ આપી સંસ્થાએ કર્યું ભલાઈનું કામ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

અમદાવાદમાં દિવ્યાંગોને સમર્પિત સંસ્થા એટલે કે દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ. અવાર નવાર દિવ્યાંગો માટે કામ કરતી રહેલી આ સંસ્થાએ ફરીવાર એક મહત્વનું કામ કર્યું છે.

શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી અને દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 ટ્રાઇ સાઇકલ, 4 વ્હીલ ચેર અને 1 પાટલાનું જરૂરિયાતમંદ દિવ્યાગોને દાન આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના આયોજન અંગે વાત કરીએ તો 7-1-2023ના રોજ બપોરે 1 વાગે ઉન્નતિ હોલ , પાલડી ખાતે કરવામાં આવ્યું. જેમાં ડૉ. ભુપેશભાઈ, પ્રિન્સ, દર્શિતા બાબુભાઇ શાહ, મિત્તલ પ્રજાપતિ, હેતા અને ભામિનીબેન હાજર રહ્યાં હતાં.

દર્શુ કેરે ડો. ભૂપેશભાઈ શાહનો ખાસ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ચા અને સેન્ડવિચ પણ આપવામાં આવી હતી.

આ સિવાયની સેવાની વાત કરીએ તો દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર સેવાના કામો કરતું આવ્યું છે.

ત્યારે ફરી એકવાર દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 42 ધાબળા અને 12 સ્વેટરનું જરુરિયામંદોને વિતરણ કરવામાં આવ્યું.

વસ્ત્રાપુર, પાલડી, સેટેલાઇટ અને વાસણા વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

તથા 12 સ્વેટર રાજસ્થાનમાં બાળકોને મોકલી આપવામાં આવ્યાં.

3 દિવ્યાંગ વિધાર્થીની કોલેજ ફી અને 1 દિવ્યાંગ બહેનને ધોડી આપવામાં આવી. તો વળી દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનસુરા ખાતે 16 દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવી.
જેમાં ૩ પેડલ રીક્ષા, 12 ઘોડી , 1 વ્હીલ ચેર, વિરમગામ ખાતે 1 ઘોડી અને અમદાવાદ ખાતે 3 વ્હીલ ચેર અને 2 ઘોડી આપવામાં આવી. જીતેન્દ્રભાઈ ,પ્રિન્સ અને વિનોદભાઈએ પણ આ કામમાં ખુબ સપોર્ટ કર્યો હતો


Share this Article
Leave a comment