Ahmedabad News: ડેસર્ટની જાણીતી બ્રાન્ડ DELICIOUS WAFFLE CO.એ તારીખ 17 ઓગષ્ટ 2024 ના રોજ અમદાવાદ ખાતે પોતાના ત્રીજા આઉટલેટનું ઓપનિંગ કર્યું છે. અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલા ‘સિટી સમોસા’ની બહાર આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે. માનવતા મહેકાવવા માટે કંપનીએ અન્ય કોઈ સેલિબ્રિટીને બદલે અમદાવાદના અંધજન મંડળની દિવ્યાંગમહિલાઓના હસ્તે આ આઉટલેટ ખુલ્લુ મુકાવ્યું હતું.
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ અમદાવાદના અંધજન મંડળમાં રહે છે. પોતાની શ્રવણશક્તિને આધારે રોજિંદી ક્રિયાઓ કરવા ઉપરાંત તેઓ અર્થઉપાર્જનની વિવિધ પ્રવૃતિઓમાં પણ જોડાતા હોય છે. ત્યારે આ પ્રકારે તેમના હાથે ઓપનિંગ થવાનું જાણી તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. શુભ મુર્હુતમાં આ બહેનોના હસ્તે પરંપરાગત વિધિથી પૂજન અર્ચન થયા બાદ શ્રીફળ વધેરી આઉટલેટને ખુલ્લું મુકાયું હતું. તેમને આવું સન્માન મળતા દિવ્યાંગોની પણ સમાજમાં સમાન હિસ્સેદારી હોવાનો અહેસાસ થયો.
ઉલ્લેખનીય છે કે, કંપનીના તમામ આઉટલેટ પર માત્ર 39 રૂપિયાથી વફલની શરૂઆત થાય છે. સાથોસાથ માર્શમેલો, ફરેરો રોશર તેમની નવી વેરાયટી છે. જ્યારે તેમની કિટકેટ કરંચી, ઓરિયો ઓસમ, ટ્રિપલ ટ્રુ લવ સહિતની ફ્લેવર્સ ખૂબ પ્રચલિત બની છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આ ઉપરાંત વફલ ભેળ અને વફલ પીઝા પણ શરૂ કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝી પાર્ટનર હાર્દિકભાઈ ગોકણીના જણાવ્યા પ્રમાણે ડિલિશિયસ વફલ કંપનીનું આ છઠુ આઉટલેટ છે. અમદાવાદના સ્વાદ પ્રેમી નાગરિકોને આકર્ષક ઓફર અને પ્રીમિયમ વેરાઈટી માટે મુલાકાત લેવા આમંત્રણ છે.