OMG! રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા સાંણદના ડેપ્યુટી કલેક્ટર આર. કે. પટેલનો આપઘાત, આખા ગુજરાતમાં હાહાકાર

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને હવે નેતાથી લઈ જનતા સુધી દરેક લોકો દોડધામ કરી રહ્યા છે. જો કે સાથે સાથે ઓફિસરોને પણ કામનો કોઈ પાર નથી. એવામાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી તેઓ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા ડેપ્યુટી કલેકટર આર. કે. પટેલનો આપઘાત ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યા તેઓ સખત ડિપ્રેશનમા હતા એવી વાત પણ જાણવા મળી છે. ત્યારે ગઈ કાલે રાત્રે અઢી વાગ્યે ફ્લેટમાંથી પડતુ મૂક્યુ છે. ચૂંટણી ટાણે આ આઘાતજનક સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે.

આર કે પટેલ વિશે વાત કરીએ તો તે મૂળ ઈડરના વતની હતા. સાણંદ પહેલા તેઓ અંબાજીના વહીવટદાર હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ થોડા સમય પહેલા જ સાણંદ મૂકાયા હતા વિગતો એવી પણ છે કે આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે એવું તો શું થયું કે આટલું સારુ જીવન હોવા છતાં એમને જીવન ટૂંકાવવું પડ્યું


Share this Article