તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં DIGITAL LITERACY CAMPAIGN હેઠળ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને પ્રોફેસર નિલય મહેતા- JD Group Tuitionsનાં સામુહિક પ્રોગ્રામ અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો.
જેમાં અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીનાં પ્રિન્સિપાલ ડૉ સારદા દેવીનાં માર્ગદર્શન હેઠળ, ઇન્સ્ટિટ્યૂટનાં ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પ્લેસમેન્ટ ઓફિસર ડૉ લીના પટેલે માહિતી આપી હતી.
સાથે પ્રોફેસર નમ્રતા ગોહેલ, પ્રોફેસર પ્રેક્ષા પટેલ દ્વારા આ પ્રોગ્રામમાં ૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓને DIGITAL LITERACY, CYBER LITERACY, INFORMATION LITERACY અને CYBER SECURITY જેવાં મહત્ત્વનાં ટેકનોલોજીકલ વિષયો વિશે મહત્ત્વની જાણકારીઓ અને વિશેષ માહિતીઓ આપવામાં આવી.
ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનાં સાઇબર સિક્યોરિટીને લગતા પ્રશ્નોનાં પણ ઉત્તરો આપીને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.