કે.ડી. પરિખ ( અમદાવાદ ): અમદાવાદના પાલડીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોળા દિવસે બે અસ ટી બસો સામસામે અથડાઈ છે અને કાચનો કચ્ચરણઘાણ નીકળી ગયો છે. તો બીજી બસના પાછળના ભાગે ઘોબા ઉપડી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. તો વળી રસ્તાની બન્ને બાજુ હાલમાં એક-એક કિલોમીટરનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
આજે શુક્રવારે બપોરે 5 વાગ્યાની આજુબાજુ મહેસાણા-અમદાવાદ જતી બસ અને પાટણથી બરોડા જતી એસ ટી બસો સામસામે અથડાઈ હતી. રસ્તા પર એક બસ આગળ હતી અને બીજી બસે પાછળથી સીધો અકસ્માત કર્યો હતો. જેથી લોકોમાં પણ ભયના માહોલ હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ જોવા નથી મળી. પરંતુ બન્ને સરકારી બસોમાં થોડુ નુકસાન આવ્યું છે.
મહેસાણા-અમદાવાદ એસ ટી બસના કાચ તૂટી ગયા હતા. તો સામે પાટણથી બરોડા જતી બસના પાછળના ભાગમાં ઘોબા ઉપડી ગયા છે. હાલમાં હાલત એવી છે કે પાલડી ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જમાલપુરથી પાલડી જવાના રસ્તે અને એનઆઈડીથી પાલડી જવાના રસ્તે એક એક કિલોમીટરનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.