અંબાલાલ પટેલની ઠંડી વિશે મોટી આગાહી, આ તારીખથી પડશે ગાત્રો થીજવતી ઠંડી, આ જિલ્લો તો એકદમ ઠુઠવાઈ જશે!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી ઠંડી વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર થશે.તારીખ સાથે અંબાલાલ વાત કરે છે કે 4 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

વિગતે વાત કરીએ તો અંબાલાલ પ્રમાણે 4થી 7 તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. જેના લીધે 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. દેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેના કારણે ઠંડી વધવાની શક્યતા વધુ છે. તેમણે ભારે હિમવર્ષાના કારણે ઠંડી વધુ રહેવાની પણ આગાહી કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોએ ઠંડી સહન કરવાની કે પછી વરસાદ?

હાલના માહોલ વિશે વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો જામી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ગગડશે અને કડકડતી ઠંડીમાં વધારો થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


Share this Article
TAGGED: