Breaking: નવરાત્રિને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોજ પડી જાય એવું એલાન, કહ્યું- નવરાત્રિમાં તમારે જેની મંજૂરી જોઈતી હતી તે આપી દેવાઈ…..

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હર્ષ સંઘવીએ હાલમાં એક ટ્વિટ કર્યું છે અને જે ભારે વાયરલ થઈ રહ્યું છે. તેમણે લખ્યું કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12 સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે. એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણી પીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે. ઉલ્લેખનીય છે કે નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણી પીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે.સૌ લોકો હાલમાં ઉત્સાહમાં છે કારણ કે આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ કઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.


Share this Article