હોટેલનું ખાનારાને ઉલ્ટી આવશે, અમદાવાદમાં પંજાબી સબ્જીમાંથી મરેલો ઉંદર નીકળ્યો, આખો પરિવાર બિમાર પડ્યો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

શહેરના નવા વાડજમાં એક પરિવારે એક રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી સબ્જીમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. જે બાદ પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે. આ મરેલા ઉંદરવાળી પંજાબી સબ્જી ખાતા પરિવારના સભ્યો બીમાર થયા છે.જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાે વાત કરીએ તો, ૧૭ જાન્યુઆરી સોમવારના રોજ નવા વાડજમાં રહેતા બાબુલાલ પરમાર તેમના પુત્ર પાર્થિવ તથા પરિવારના સભ્યોએ દિલ્હી દરવાજાની સબ્જી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીની સબજી મંગાવી હતી.

જે સબ્જી પરિવારના સભ્યો રાતે ૯ વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા. જેમાં સૌથી પહેલાં પરિવારના બાબુલાલ પરમારે અને બાદમાં દીકરા વિશાલે પનીર ભુરજીની સબજી ખાધી હતી બંને સભ્યો બાદ પરિવારનો ત્રીજાે સભ્ય અને દીકરો પાર્થિવ તેની પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાતા તેમને તપાસ કરી અને જાણવા મળ્યું કે, સબ્જીમાં મરેલો ઉંદર છે. પરિવારના લોકોની તબિયત લથડતાં ફૂડ પોઇઝનિંગ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સબ્જીમાં મરેલો ઉંદર જાેઇને બાબુલાલના પત્ની અને દીકરો ગભરાઇ ગયા હતા. તેઓને તાકીદે ગભરામણ થઇ હતી સાથે તેઓને ઉલટી આવી અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી ૧૦૮ને ફોન કર્યો હતો. જેથી સાડા નવની આસપાસ ૧૦૮ આવી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે લઇ ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. જે પૈકી પત્નીની હાલત નાજુક છે. સમગ્ર મામલે પરિવારે ટ્ઠદ્બષ્ઠના આરોગ્ય વિભાગને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી.

બાબુલાલ તેમના પરિવારના સભ્યોને શારીરિક નુકશાન થયું છે સાથે માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું છે. જે સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરેન્ટ માલિક સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માગણી કરી છે. તો રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે. સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી તેવા આક્ષેપ કરી આ રેસ્ટોરેન્ટને તાકીદે સીલ કરવામાં આવે તેવી પણ રજુઆત છસ્ઝ્રના આરોગ્ય વિભાગને કરાઈ છે.


Share this Article