અમદાવાદના ગોતા વિસ્તારમાં 50 વાહનો બળીને થયા ખાખ થઈ ગયા હોવાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
ગોતા વિસ્તારમાં આગ લાગવાને કારણે આ બનાવ બન્યો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. અહીના એએમસી સંચાલિત પાર્કિંગ સેન્ટરમાં આગ લાગતા પાર્કિંગમાં પાર્ક કરેલા 50 થી વધુ વાહનો બળીને ખાખ થયા છે.
મળતી માહિતી મુજબ આગજનીને કારણે લોકોમાં ભય અને અફરા તફરીનો માહોલ સર્જાયો અને બીજી તરફ ગોતા બ્રીજ પર ભારે ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સામે આવ્યા હતા.
જો કે આગ લાગતા તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી લેવામા આવી હતી. હવે આ આગ કયા કારણોસર લાગી છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.