આવકવેરા વિભાગના અધિકારીઓએ મહેસાણામાં રિયલ એસ્ટેટની સાથે કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરતા રાધે ગ્રુપ ના બિલ્ડરો અને તેના ભાગીદાર તેમજ બે સિરામિક ટાઇલ્સ ફાઇનાન્સરો અને જમીન દલાલોને ત્યાં અમદાવાદ મહેસાણા મોરબી રાજકોટ રાધનપુર વિજાપુર સહિત 15 થી વધુ સ્થળોએ દરોડા ની કામગીરી વહેલી સવારથી શરૂ કરી છે બરોડાની કાર્યવાહી દરમિયાન ઇન્કમટેક્સના અધિકારીઓએ રાધે ગ્રુપ ના બિલ્ડર મહેન્દ્ર પટેલ તેમજ તેમના ભાગીદારો અને રાધે ગ્રુપ અને તેના ભાગીદારો ના નામે ચાલતી 20 થી 25 જેટલી સહભાગી કંપનીઓ ને પણ તપાસમાં આવરી લીધી છે.
મોરબીમાં પણ બે સિરામિક ટાઇલ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં 100 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે એટલું જ નહીં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો ડિજિટલ ડિવાઇસ અને કેટલીક કાચી ચિઠ્ઠીઓ પણ મળી આવી છે જેમાં કરોડો રૂપિયાના હિસાબો માં મોટો તફાવત જોવા મળી રહ્યો છે રોકડ રકમ અને ઝવેરાત પણ જપ્ત કરવામાં આવી છે જોકે હજુ તેનું વેલ્યુએશન ચાલી રહ્યું હોવાથી ચોક્કસ માહિતી મળી શકતી નથી રાધે ગ્રુપ મહેસાણામાં રાધે રીનોવેબલ એનર્જી ડેવલોપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ના નામથી ઓળખાય છે અને બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોના નામે સહભાગી કંપનીઓ પણ ચાલી રહી છે અને તમામ કંપનીઓ અમદાવાદમાં આરોસીમાં રજીસ્ટર થયેલી છે અને ૧૦ થી ૧૫ જેટલા ડિરેક્ટરોના નામે અલગ અલગ કંપનીઓ શરૂ કરવામાં આવી છે મોટાભાગની કંપનીઓ મહેસાણામાં એક જ સરનામે નોંધાયેલી છે.
મહેસાણા વિસનગર રાધનપુર રોડ ઉપર કોમર્શિયલ અને રેસીડેન્સનું મોટા પાયે કામ શરૂ કરાયેલી છે આ ઉપરાંત આ જ વિસ્તારોમાં કરોડો રૂપિયાની ટાઉનશીપ પણ બનાવવામાં આવી છે આવકવેરા વિભાગને દરોડા દરમ્યાન કરચોરી અંગેના દસ્તાવેજો મોટી માત્રામાં મળ્યા છે એટલું જ નહીં કોમર્શિયલ અને રેસિડેન્ટ સ્કીમ બનાવવા માટે ખરીદવામાં આવેલી જમીનો અને મકાનો ના વેચાણ ના દસ્તાવેજોની હાલ ચકાસણી ચાલી રહી છે એટલું જ નહીં કેટલીક રકમ રોકડ સ્વરૂપમાં લીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે બિલ્ડરની કંપનીઓમાં બાબુભાઈ મોરડીયા કૌશિકભાઈ ઘરધારીયા નિલેશ માકડીયા તુષાર મણિયાર વિમલકુમાર કાલાવડીયા વિજય કાલાવાડીયા સહિત 12 થી 15 ડિરેક્ટરો છે.
એટલું જ નહીં આ ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડરના સગા સંબંધીઓ ને પણ દરોડામાં આવરી લઈ આવ્યા છે મહેસાણા રાધનપુર અને પાંચોટમાં પણ સ્કીમ બનાવવામાં આવી છે દરોડાની કામગીરીના પગલે જમીન દલાલો ફાઇનાન્સરો ભૂગર્ભમાં જતા રહ્યા છે લાંબા સમયના વિરામ પછી આવકવેરા વિભાગે બરોડાની કામગીરી શરૂ કરતાં જ બિઝનેર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે એક સંકેતો એવા પણ મળ્યા છે કે માર્ચ મહિના સુધીમાં ટાર્ગેટ પૂરો કરીને કરચોરી પકડી પાડીને ટેક્સ કલેક્શન કરવામાં આવે તેવા નિર્દેશનો પણ મળ્યા છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
હવે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી સમગ્ર ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક કામગીરી કરીને કરચોરી પકડી પાડવામાં આવશે એટલું જ નહીં બ્લેક મની અને વિદેશમાં કોઈ સંપત્તિ વસાવી હશે તેની માહિતી પણ દરોડામાં બહાર આવશે તો આકરા પગલાં અને ૨૦૦ થી ૫૦૦ ટકા સુધીની પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે