ખંભાત પોલીસે દારૂનો ધંધો કરતી મહિલાના કેન્સરની સારવાર કરાવીને માનવ ધર્મ નિભાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત રૂરલ પોલીસના પીઆઈ ખાંટે માનવીય અભિગમ દાખવી એક પગના કેન્સરની પીડિત મહિલાની સારવાર કરાવીને નવજીવન આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પગના કેન્સર પીડિતા મહિલાનો પરિવાર પગની સારવાર માટે આમતેમ ભટક્યો હતો, છેવટે મજૂરીવશ દેશીદારૂના સામાન્ય ધંધાની શરૂઆત કરી હતી.
રેઈડ દરમિયાન પોલીસને પગથી ચાલી ન શકતી મહિલાની સમગ્ર હકીકત અંગે જાણ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ખંભાત તાલુકાના કણઝટ ગામે સીમ વિસ્તારમાં ઈન્દિરા કોલોનીમાં ૨૭ વર્ષીય જ્યોત્સનાબેન ઠાકોર પતિ પોપટભાઈ ઠાકોર સાથે ઈંટો ગોઠવેલા કાચા મકાનમાં રહે છે. તેમના ૫ વર્ષીય દીકરી જાનકી અને ૩ વર્ષીય દીકરો મેહુંલ છે. પતિના છૂટક મજૂરી પર ર્નિભર પરિવાર જીવન ગુજરતા હતા.
અચાનક છેલ્લા ૩ વર્ષ પહેલા જ્યોત્સનાબેનના જમણાં પગે બિમારી થઈ હતી. પગની સારવાર માટે પત્નીની જણસો તેમજ વાહનો પણ વેચી દીધા હતા. અંતે પરિવાર પાસે કઈ બાકી ન રહેતા આર્થિક સંકડામણને કારણે મજબૂરીવશ મહિલા તેમજ પરિવારે સારવાર માટે દેશીદારૂના સામાન્ય ધંધા તરફ વળ્યો હતો. આ દરમિયાન પ્રોહિબીશન ગુનાઓ ડામના ખંભાત રૂરલ પોલીસે મહિલાને ઘરે તપાસ હાથ ધરી હતી. આગવી ઢબે પૂછપરછ કરતા મહિલાના પગલે ગંભીર બીમારીની જાણ થઈ હતી.
જેથી ખંભાત રૂરલ પોલીસના પીએસઆઈ આર એન ખાંટે તાત્કાલિક અમદાવાદ સિવિલમાં પગે કેન્સરથી પીડિત મહિલાને સારવાર માટે ખસેડી હતી અને સારવાર કરાવી ગંભીર રોગમાંથી મુક્તિ આપીને નવજીવન આપી માનવતાભરી પ્રેરણા પૂરી પાડી છે. આ અંગે મહિલાએ કહ્યું કે, પીઆઈએ મારા પિતા બનીને મને નવજીવન આપ્યું છે.