હાલમાં એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદના 4 વ્યક્તિનું ખેડામાં મોત થયું છે. એક ભયંકર અકસ્માત થયો અને 4 જવાનજોધ યુવાનોનું મોત નિપજ્યું છે. વિગતો મળી રહી છે કે ખેડાના રતનપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનમાં 4 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો છે.
ચારેય મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે
જીતેશ નોગિયા (23 વર્ષ)
સુંદરમ યાદવ (16વર્ષ)
હરીશ રાણા (19 વર્ષ)
નરેશ વણઝારા (22 વર્ષ)
સાથે જ જાણવા મળી રહ્યું છે કે ચારેય મૃતકો અમદાવાદના છે. રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી ગયું હતું અને ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 4 યુવા અવસ્થાના લોકોના અવસાન થયા છે. ઘટનાની વિગત મળતાની સાથે જ ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી.