લાગણીનો ડબલ ડોઝ, પ્રેમની ઉંડાઈ અને રોમેન્ટિક ડ્રામા સાથે ‘લકીરો’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ, ગુજરાતી સિનેમામાં ઈતિહાસ સર્જાશે!

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

મેકર્સ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘લકીરો’નું આજે મીડિયા ઈવેન્ટમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘લકીરો એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઇડ સમાન છે. આ ફિલ્મ ડો. દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રોનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે.

રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોષી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હંમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, રાજયોગી પ્રોડક્શન્સ એ રાજયોગી ગ્રુપ ઓફ કંપનીઝનું એક વેન્ચર છે જેનું વિઝન છે ગુજરાતી સિનેમા અને કન્ટેન્ટ ને જરૂરી ફેરફારો સાથે કેવી રીતે દર્શકો સમક્ષ રજુ કરવા જોઈએ. આ કંપનીની શરૂઆત સ્નેહ શાહ એક પ્રોફેશનલ ક્રિકેટર અને ઉદ્યોગસાહસિક અને પ્રણવ જોષી, એક સેલિબ્રિટી શેફ દ્વારા કરવામાં આવી હતી.

‘લકીરો’નું ટાઈટલ ટ્રેક જે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 20 મિલિયનથી પણ વધારે વ્યૂઝ સાથે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે તેને પ્રતિભારાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લાએ શબ્દો લખ્યા છે. પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું પ્રાદેશિક આલ્બમ છે.

લકીરો ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની આગલી સફળ ફિલ્મો ‘મૃગતૃષ્ણા અને મારા પપ્પા સુપર સ્ટાર પછીની ત્રીજી ફિલ્મ છે. ટ્રેલર લોન્ચના પ્રસંગે તેઓએ કહ્યું, ‘આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને કેટલીક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. ફિલ્મ સાથે મારુ જે વિઝન હતું એ મારી કાસ્ટ અને ટીમના સહકાર સાથે બહુ જ સારી રીતે પડદા પર પરિપૂર્ણ કરવામાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ ફિલ્મના સંગીત સાથે પાર્થ ભરત ઠક્કરે અદ્ભૂત કામ કર્યું છે.

જે રીતે ફિલ્મ લકીરો બનાવવાનું કાર્ય સફળ રહ્યું તેનાથી ફિલ્મના નિર્માતાઓ ખુબ જ ખુશ છે, આ અંગે તેઓ જણાવે છે, લકીરોની સફર અને મેકિગ વાસ્તવમાં લકીરો (ડેસ્ટિની) છે અને અમે જે પણ આ ફિલ્મ માટે કર્યું છે અથવા ફિલ્મ માટે વિચાર્યું છે તે બધું જ યોગ્ય સ્થાન પાર પાડ્યું છે. તેથી, આશા છે કે લોકોને એક અલગ ફીલ અને કન્ટેન્ટ જોવા મળશે અને તેઓને ગમશે. લકીરો ફિલ્મ 6 જાન્યુઆરી, 2023ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Starring: Raunak Kamdar, Deeksha Joshi Netri Trivedi, Shivani Joshi, Vishal Shah and Dharmesh Vyas

Written and directed by: Dr. Darshan Ashwin Trivedi

Production Hous: A Rajyogi Productions film in association with Twenty21 Studios Produced by: Sneh Shah, Pranav Joshi, Darshan Ashwin Trivedi, Suryaveer Singh & Bharat Mistry

Music on: Warner Music India – Music Director: Parth Bharat Thakkar

Distributed by: Panorama Studios


Share this Article