અમદાવાદનો પાગલ પ્રેમી, યુવતીની સામે સારો બનવા માટે બીજું કઈ નહીં અને PM મોદીના નામથી કરી નાખ્યો કાંડ, કિસ્સો જાણીને માથું ફરી જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને ખરેખર આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદથી. અહી પ્રેમમા પાગલ એક યુવકે બોગસ મેઇલ આઈડી બનાવી એવુ કામ કર્યુ કે દેશભરની એજન્સીઓ ચિંતામા મૂકાઈ ગઈ. યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની ધમકી એક ખોટા મેઈલ આઈડી દ્વારા આપી. તેણે યુવતીને બદનામ કરવાનું કાવતરું ઘડી આવી ધમકી આપી હોવાનુ સામે આવ્યુ છે. જો કે હવે યુવક ગુજરાત એટીએસને હાથે લાગી હયો છે. યુપીથી આ યુવકની ધરપકડ કરી લેવામા આવી છે.

યુવકનુ નામ અમન સક્સેના છે. ઈમેલમા આ યુવકે લખ્યુ હતુ કે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ખાતે વડાપ્રધાન કાર્યક્રમ દરમિયાન પીએમની હત્યા તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની યુવતી કરી રહી છે. તે યુવતી નવી દિલ્હીમાં વકીલાત કરે છે અને મૂળ પટનાની છે, સાથે જ એક યુવક બદાયુનો છે. ત્યાં એક ગેંગ છે જેની ફેસબુક પ્રોફાઈલ સાથેનો ઈમેલ કર્યો હતો.

આ બાદ દેશભરની એજન્સીઓ દોદતી થઈ અને ઇ-મેઈલ આઇડીનું આઇપી એડ્રેસ તથા લોકેશન ટ્રેસ કરવામા આવ્યુ જેમા તે યુપીના બદાયુ ટ્રેસ થયુ. અહીથી અમન સક્સેનાની ધરપકડ કરી લેવામા આવી છે અને હવે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન સામે આવ્યું કે, અમન સક્સેનાએ શુભમ રાજકુમાર નામની ખોટી ડિજીટલ ઓળખ ધારણ કરી PG પોર્ટલ પર ખોટી અરજી કરતો હતો. આ જ રીતે તેણે પીએમને મારી નાખવાની યોજના તેમજ કેન્દ્રીય સચિવાયલ તથા ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજનાનો ખોટો ઇમેઇલ કર્યો. આ સાથે એ વાતનો પણ ખુલાસો થયો છે કે તેણે અત્યાર સુધીમાં 13 જેટલી ખોટી અરજીઓ અને રજૂઆતો કરી છે.

આ આખી કહાની યુવકના પ્રેમ સાથે સંભધીત છે. આ વિશે વિગતે વાત કરીએ તો અમન તાન્યા નામની યુવતીને પ્રેમ કરતો હતો પણ તાન્યા તેને પ્રેમ કરતી ન હતી તેથી તેણે અમનને ના કહી દીધી હતી. આ પછી તેણે તાન્યાને બદનામ કરવાનો આખો પ્લાન ઘડી નાખ્યો. અમને તાન્યા તેની સાથે વાતચીત કરે તેવો એક પ્લાન બનાવ્યો હતો. તેણે તાન્યાનો મિત્ર શુભમનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું અને તાન્યાના નામથી ધમકીવાળો ઈમેઈલ કર્યો.

આવુ કરીને જો તાન્યા શુભમ સાથે બોલે નહીં અને ફરી અમન તેની સાથે તાન્યાની વાતચીત ચાલુ થઈ જય પણ આવૂ થયુ નહી અને તેનો પ્લાન ખુલ્લો પડી ગયો. માહિતી મુજબ અમન મુંબઈમાં આઈઆઈટીમાં એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને હાલ યુપીમાં ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.


Share this Article
TAGGED: ,
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly