પાટીદાર સમાજની મુખ્ય 3 સંસ્થાઓની અમદાવાદ ખાતે હાઈ લેવલની મિટિંગ, ચૂંટણીમાં ટિકિટ અને આ ખાસ મુદ્દે ગહન ચર્ચાપાટીદાર સમાજની મુખ્ય 3 સંસ્થાઓની અમદાવાદ ખાતે હાઈ લેવલની મિટિંગ, ચૂંટણીમાં ટિકિટ અને આ ખાસ મુદ્દે ગહન ચર્ચા

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂકયૂ છે અને બીજી તરફ ગુજરાતનુ રાજકારણ સતત ગરમાઈ રહ્યુ છે. આ વર્ષે આમ આદમી પાર્ટી પણ ઘણી બેઠકો પરથી ભાજપ અને કોંગ્રેસ સામે મેદાને આવી છે. આ વચ્ચે અલગ અલગ સમાજના લોકો પોતાના સમાજના નેતાને ટીકિટ આપવા માંગ કરી રહ્યા છે. ગુજરાતમા 14% વોટબેન્ક પાટીદાર સમાજની છે. હવે ચૂટ્ણી નજીક આવતા પાટીદાર સંસ્થાઑની મહાબેઠક મળી છે જે ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થા ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસર સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ મોટી બેઠક યોજાશે. સમાજના આગેવાનો આ બેઠકમા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યા થનારી આ બેઠકમા ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ, સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામ પટેલ, ખોડલધામના નરેશ પટેલ ખાસ હાજરી આપશે અને મોટા નિર્ણયો લેવાઈ તેવી શકયતા છે.


આ સિવાય ઊંઝાના ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી. કે. પટેલ પણ હાજરી આપશે. ખાસ કરીને આ બેઠકમા પાટીદાર નેતાઑની ટિકિટ મળવા અને કયા પક્ષ નો સાથ આપવો તે અંગે અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. ચૂટણી નજીક આવતા બેઠકોનો દોર ચાલુ થયો છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક યોજાઇ હતી જેમા પણ અનામત કેસ પરત અને PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય અંગે ચર્ચા થઈ હોવાના સમાચાર મળ્યા હતા.

 


Share this Article