અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમરાહે પાર્કિંગનું મહાકૌભાંડ, મનફાવે તેવા ચાર્જ વસુલ્યા, કિંમત જાણીને જીવ બળી જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જાે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલે છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટ દરમિયાન નક્કી કરેલા ચાર્જ લખવામાં આવ્યા છે. ૦થી ૨ કલાક માટે ટુ વહીલરના ૫, થ્રિ વહીલરના ૧૦ અને ફોર વહીલરના ૧૫ રૂ. ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

ઉપરાંત ૬ કલાક, ૧૨ કલાક અને ૧૮ કલાક વાહન પાર્ક કરવા માટેના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જાે કે વાહન માલિકો પાસે અલગ રીતે ચાર્જ વસુલીને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આ અંગે પાર્કિંગની વ્યવસ્થાની તપાસ કરતા વાસ્તવિકતા જાણવા મળી. વિવિધ સ્થળો પર આવેલા પાર્કિંગ પ્લોટ પર વાહન પાર્ક કરો તે સાથે જ કોન્ટ્રાક્ટરના માણસ આવી ને પરચી પકડાવી દે છે. જાેમાં ૦થી ૨ કલાક સુધીના વાહન પાર્ક કરતા ૨૦ રૂ. વસૂલી લીધા અને પરચીમાં બે કલાક વાહન પાર્કના ૧૫ રૂ.લખેલા હતા.

જાેકે, પરચી આપે ત્યારે ૧૫ રૂ. ચાર્જ લખ્યું છે તેવું વાહન માલિક વાંચી ન શકે તે માટે ઉપર સહી કરી નાખવામાં આવે છે. જેના કારણે કેટલો ચાર્જ લખ્યો છે અને કેટલો વસુલે છે તેની જાણ થઇ શકતી નથી.
આ પ્રકારે અમદાવાદીઓ પાસે વાહન માલિકો પાસેથી પાર્કિંગના નામે લૂંટ કરવામાં આવે છે. જાે કે, પરચી આપનાર કર્મચારીને પૂછ્યું કે, કેમ વધારે ચાર્જ વસુલો છો તેવું પુછતા ગેંગેફેફે થઇ ગયા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly