વિરમગામ વિધાનસભામા કોંગ્રેસ ઉમેદવાર મનુજી ઠાકોર દ્વારા ફૉર્મ ઉપાડતાં રાજકારણ ગરમાયું, ટિકિટને લઈ પાર્ટી ભારે મુંજવણમાં

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

વિરમગામ વિધાનસભામા કૉંગ્રેસ પોતાના કયાં ઉમેદવાર પસંદ કરે તેના પર સૌ કોઈની નજર છે. તેવામાં આજે કૉંગ્રેસના નેતા અને પૂર્વ અમદાવાદ જિલ્લાના કારોબારી ચેરમેન રહી ચૂકેલાં ડાંગરવાના મનુજી ઠાકોરે આજરોજ વિરમગામ કલેકટર કચેરીએથી ફૉર્મ લેતા રાજકારણમા ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ વિધાનસભાના ચાલુ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ પ્રત્યે વિરમગામ વિધાનસભાના મતદારોમા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી પણ મૂંઝવણમા છે કે પોતે કયો ઉમેદવારની પસંદ કરે જેથી કૉંગ્રેસ બે ટર્મથી ચૂંટાઈને આવતાં ધારાસભ્ય વાળી સીટ બચાવવામાં આવે. તેવામા વિરમગામ વિધાનસભામા ઠાકોર મનુજી નુ નામ પણ ચર્ચામા છે ત્યારે આજરોજ કલેકટર કચેરીએથી મનુજી ઠાકોરે ફૉર્મ લેતા રાજકારણ ગરમાયું છે.

જોક ૩૯ -વિરમગામ વિધાનસભામાં ઠાકોર સમાજ ના પ્રભુત્વ વાળી સીટ હોઈ ઠાકોર સમાજના આગેવાનઅને સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી મૌડી મંડળને રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે જે બાબતે ગઈકાલે તારીખ:14-11 ના રોજ વિરમગામ તાલુકાના કરકથલ ગામે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉગ્રરોષ દેખાઈ રહેલ હતો અને ત્યારે આજરોજ ઠાકોર સમાજ ના અગ્રણી દેત્રોજ તાલુકાના ડાંગરવા ના વતની અને પુર્વ જિલ્લા સદસ્ય મનુજી ઠાકોર તેમજ અન્ય સહયોગી બે આગેવાનો એ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડતા રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યું કે કૉંગ્રેસ ક્યા ઉમેદવાર પ્રત્યે પોતાનો પસંદગીનો કળશ ઢોળવામાં આવે.


Share this Article