ચૂંટણીનો માહોલ અને પહેલા તબક્કાનું મતદાન અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો… વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી યોજાવાનો હતો. હવે આ રોડ શો શરૂ થઈ ગયો છે. ત્યારે પીએમ મોદીના રોડ શોને લઇ તમામ તૈયારીઓ બાદ હવે રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. અહીં જુઓ PM મોદીનો રોડ શો લાઈવ…
પીએમ મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો શરૂ થઈ ગયો છે અને તમામ રૂટ પર લોકો જ લોકો જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં PM પહોંચ્યા ત્યાં ત્યાં ફુલ અને ગુલાબની પંખુડીથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ખાલી 2 ફૂટ દુરથી જ PMને જોઈને ધન્યતા અનુભવી હતી. લોકોનો હરખ એટલો હતો કે જાણે એમને કોઈ અજાયબી જોવા મળી હોય. વીડિયોમાં પણ તમે જોઈ શકો છો કે PM જ્યારે આમ જનતા પાસેથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોના મોઢા પરથી હાસ્યનું મોજુ ફરી વળે છે અને પછી કેટલીય મિનિટો સુધી એના વમળો ચહેરા પર જ રહે છે.
નરોડાથી હાઇવે પર ઠેર નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. નરોડા ગામમાં પીએમ મોદીના રોડ શૉ જોવા રસ્તા પર દુકાન, ઓફીસ, કોમ્પલેક્ષ બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની તૈયારીમાં છેલ્લા 30 મિનિટથી વાહન વ્યવહાર અટવાયો છે.
પીએમ મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે, એ અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરશે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો.
રૂટ વિશે વાત કરીએ તો…
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભૂલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.