સારસ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડે તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે વિકલાંગતા ધરાવતી જરૂરિયાતમંદ વ્યક્તિઓને 15 ઇવી ટ્રાઇસાઇકલ, 12 શ્રવણ સહાયક અને 25 એજ્યુકેશન કિટ્સ અને 8 વેન્ડિંગ સ્ટોલનું વિતરણ કર્યું.
આ ઉપકરણો તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે, કાર્યક્ષમતામાં વધારો અને તેમની આર્થિક સ્વતંત્રતામાં વધારો કરેશે.
અંધજન મંડળ અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિભાષ રૈના અને અન્ય 8 વરિષ્ઠ સ્ટાફ હાજર રહ્યા હતા.