અમદાવાદમાં સિંગલ મહિલાઓનું જીવવું હરામ થઈ ગયું, ઘર ભાડે મળતું નથી, મિત્રો ઘરે ન આવી શકે…

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

શહેરોમા રહેવુ અને તેમા પણ જે મહોલાઓ એકલી રહેતી હોય તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અમદાવાદમાં પણ એકલી રહેતી મહિલાઓની સ્થિતિ આવી જ બની છે. અમદાવાદમાં ઘર ભાડે મેળવવું એકલી રહેતી મહિલાઓ માટે અધરુ બન્યુ છે. સુરક્ષાના નામે ભાડું વધુ ચૂકવવું પડે છે. બીજી તરફ મકાન માલિકો નિયમો અને કાયદાઓ આપી દે છે. આજના સમયમા પણ એકલી રહેતી મહિલાઓને રાત્રે ક્યારે બહાર જવુ અને કયા સમય સુધીમા પરત આવી જવુ તે મકાન માલીક અને રહેણાકના નિયમો મુજબ નક્કિ કરવુ પડી રહ્યુ છે.

અમદાવાદમાં સિંગલ મહિલાઓને ઘર ભાડે મળતું નથી

મળતી માહિતી મુજબ મકાન માલિકના નિયમો-કાયદાઓ મુજબ રાત્રે 9 અથવા 10 વાગ્યા બાદ ઘરની બહાર ન જવુ, કોઇ પુરુષ કે બીજી તરફ ઘરે ન આવી શકે. આ સિવય નાનું-મોટું ફક્શન પણ પોતાના ઘરે રાખી શકાય નહી.  આ વિશે વાત કરતા અમદાવાદની જાનવી પંડ્યા કહે છે કે તે એક ફેશન ડિઝાઇનર છે. તેને ફ્લેટ શોધવો મોટો પડકાર બની ગયો છે. નાની-નાની વાતોમા લોકોની સલાહ સાંભળવી પડે છે.

ફેબ્રુઆરીમાં ચાર મોટા ગ્રહોની ચાલ બદલાશે, આ 5 રાશિઓને મળશે બમ્પર કમાણી, ઘરમાં થશે ચારેકોર ધનનો વરસાદ

ખાલી એક દિવસ બાકી, આવતા અઠવાડિયે આ રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં! કરિયર-પૈસા-પ્રેમમાં સફળતા જ સફળતા મળશે

દિલ્હીમાં કાંઝાવાલા જેવો અકસ્માત, દારુના નશાખોરોએ કારથી સ્કૂટી સવારોને 350 મીટર સુધી ઢસડ્યા, 1નું દર્દનાક મોત

અમુક Ahmedabad News અનુસાર 2001ની વસતીગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં 5.12 કરોડ મહિલાઓ સિંગલ હતી. આ બાદ 2011માં 7.14 કરોડ આંકડો નોંધાયો. ભારતમાં 10 કરોડ સિંગલ વુમન છે. દુનિયાના દરેક ક્ષેત્રમા આજે મહિલાઓનો નોધપાત્ર ફાળો રહ્યો છે. આ પછી પણ આજે એકલી મહિલાઓની સ્થિતી આવી છે.


Share this Article
TAGGED: