મેટ્રો શહેર અમદાવાદમાં એક કોર્પોરેટરની જીદના લીધે ૨૦૦ જેટલા પરિવારોને ધંધા-રોજગાર ખોવાનો વારો આવ્યો છે. એક કોર્પોરેટર અચાનક જીદ ઉપર ચઢી જતા ગરીબોના ઘરના ચુલા ઉપર તેની સીધી અસર પડી છે. એટલુ જ નહીં સ્વનિધિ લોન લેનાર ૧૦૦ જેટલા લાભાર્થીઓ પોતાનો હપ્તો ન ભરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદ શહેરના હાર્દ સમા એક વિસ્તારમાં થોડા સમય પહેલા એક કોર્પોરેટર કોઈ કારણોસર જીદ ઉપર ચઢી જતા પથરણા પાથરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ૧૦૦ જેટલા ગરીબોના ઘરમાં ખીચડી પકાવવાનો ફાંફા પડી ગયા છે. સુત્રોનું માનીએ તો આ કોર્પોરેટરે સૌથી પહેલા એ.એમ.સી. અને ત્યા બાદ સ્થાનિક એક ધારાસભ્યને આ મુદ્દાને લઈને રજુઆત કરતા આખરે દબાણ શાખા રોડ ઉપર ઉતરી આવી છે.
શહેરના હાર્દ સમા આ વિસ્તારમાં એક પ્રખ્યાખ ગાર્ડન આવેલું છે. ઉપરાંત નવરાત્રીનો સમય હોવાથી અહીં મોટી સંખ્યામાં મહિલાઓ કપડાની ખરીદી કરવા માટે આવતી હોય છે. ખરી સિઝન વખતે જ આ સમસ્યા સામે આવતા રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો ઉપર જાણે આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના કહેવા મુજબ આ નાના વેપારીઓ ટ્રાફિકને નડતર રૂપ ન થાય તે રીતે પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. ઉપરાંત ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે દર ૩૦ ફુટ ઉપર તેઓ પોતાનો ખાનગી માણસ ઉભા રાખીને લોકોને યોગ્ય સ્થળે વાહન પાર્ક પણ કરાવે છે.
હાલ આ મુદ્દાને લઈને એ.એમ.સી. અને અમદાવાદના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. રાજકારણ સાથે સંકળાયેલા અંતરંગ સુત્રોના જણાવ્યા મુજબ આ કોર્પોરેટર જ્યારે સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરવા ગયા ત્યારે અગાઉ કોર્પોરેટર રહી ચુકેલા અને પીઢ રાજકીય નેતા ગણાતા આ ધારાસભ્યએ પહેલા તો કોર્પોરેટરને સમજાવ્યા હતા.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
તેમ છતા પણ આ કોર્પોરેટરે જીદ પકડતા ધારાસભ્યએ તેને બે દિવસ પછી લેખિતમાં રજુઆત લઈને આવવાનું કહ્યું હતુ. અને બે દિવસ દરમિયાન ૧૦૦ વખત વિચાર કરજો અને પછી મને રજુઆત કરજો, કમાનમાંથી નિકળેલ બાણ પાછુ નહીં ફરે… હાલ આ કોર્પોરેટરની જીદના લીધે અનેક પરિવારોને ધંધો-રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.