શું કરવાની ઉંમરે શું કરી રહ્યું છે ગુજરાતનું યુવાધન? અમદાવાદમાં 2 મહિલાઓ સહિત 20 યુવાનો કરતાં હતા આવું

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અમદાવાદમાં એલિસબ્રીજ નજીકથી ગેરકાયદેસર ચાલતુ એક હુક્કાબાર ઝડપાયું છે. TCS લોન્જ નામંથી ચાલી રહેલા હુક્કાબારમાથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 મહિલાઓ સહિત કેટલાક લોકોને ઝડપી પાડ્યા છે. ગેરકાયદેસર ચાલી રહેલા આ હુક્કાબારમાથી પોલીસે કુલ 20 લોકોની અટકાયત કરી છે. આ સાથે પોલીસે અહીથી હર્બલ ફ્લેવર, હુક્કાના સેમ્પલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.


આ હુક્કાબારમાંથી 13 નંગ હુક્કા, જુદા-જુદા ફ્લેવર બોક્સ, ફ્લેવરની બનાવેલ ચલમ પણ મળી આવ્યા છે. આ મામલે હવે વિજિલન્સની ટીમે TCSનાં CCTV અને DCR જપ્ત કર્યા છે. આ સાથે એ પણ સામે આવ્યુ છે કે હુક્કાબાર પર દરરોજ રાત્રે કેટલાક પોલીસકર્મીઓ ભેગા થતા હતા. મળતી માહિતી મુજબ ઓલ્ડ ટીસીએસ લોન્જ એન્ડ રેસ્ટોરન્ટના નામથી આ હુક્કાબાર ચાલી રહ્યુ હતુ.

અહી હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી આખો ખેલ ચાલી રહ્યો હતો. આ હુક્કાબારમા 16/09/2022ના રોજ રેડ પાડવામા આવી અને હુક્કાબારના માલિક પથિક ભુપેન્દ્રભાઈ જા, મેનેજર કેયુર ધર્મેન્દ્રભાઈ ગાંધી પણ આ સમયે અહી હાજર હતા. હુક્કાબારમાં કામ કરતા 12 મજુરો અને હુક્કો પીવા બેઠેલી 2 મહિલાઓ સહિત કુલ 20 વ્યક્તિની અટકાયત કરવામા આવી છે.


Share this Article