પ્રિન્સી કળથીયા અને સફ્ફાન અન્સારી ( અમદાવાદ ) : હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રસાડોથી લઈને જીવન જરૂરી વસ્તુના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. એક તરફ બેવડી ઋતુના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે. ત્યારે ડોક્ટરો ફળો ખાવાની સલાહ આપે છે, પરંતુ મોંઘવારી એ હદે છે કે ફળો એ સામાન્ય જનતાને પરવડે એવી સ્થિતિ નથી. પરંતુ અમદાવાદ જેવા મેગા સિટીમાં એક 72 વર્ષના દાદા ખૂબ સસ્તા ભાવે ફ્રુટ ડિશ વેચી રહ્યા છે અને લોકોની ખાવા માટે લાઈન પણ લાગે છે. ત્યારે આવો જાણીએ એલિસબ્રિજ પાસે ફ્રુટ ડિશ વેચતા 72 વર્ષના જાખુભાઈ હલાભક્ષ વિશે….
જાખુભાઈ હલાભક્ષ નામના 72 વર્ષના દાદા છેલ્લા 62 વર્ષથી એલિસબ્રિજ ખાતે ઉભા રહીને ફ્રુટ ડિશ વેચી રહ્યા છે. હાલમાં આપણે માર્કેટ ભાવ પર નજર કરીએ તો એક ફ્રુટ ડિશ માટે લોકો પાસેથી 100 થી 120 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. પરંતુ જાખુભાઈ દરેક લોકોનું વિચારે છે અને તેણે એક ડિશનો ભાવ માત્ર 30 રૂપિયા જ રાખ્યો છે, જેથી કરીને સામાન્ય માણસ પણ તાજા ફળો ખાઈ શકે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે. આપણે એવો વિચાર આવે કે આખરે આ મોંઘવારીના જમાનામાં દાદાને સાવ આટલા સસ્તામાં કઈ રીતે ફ્રુટ ડિશ વેચવી પોસાતી હશે? ત્યારે આ સવાલ પર દાદાએ જે જવાબ આપ્યો એ ખરેખર લોકોના દિલ જીતી લેનાર છે.
પૈસા કમાવાની વાત અને ફ્રુટ ડિશ સસ્તા ભાવે આપવાની વાત પર દાદાએ કહ્યું કે હાલમાં મારી ઉંમર 72 વર્ષની છે. મારે હવે બંગલા કે ગાડી લઈને ક્યાં જવું? મને અત્યારે એક ડિશમાંથી 5-10 રૂપિયાનો નફો રહે છે અને રોજની 100 જેટલી ડિશ વેચાઈ છે, તો મારે દિવસના અંતે 500 થી 800 રૂપિયાનો નફો નીકળી જાય છે જે મારા માટે પુરતો છે. તો પછી મારે સામાન્ય જનતાને ન પરવડે અને વધારે નફો કમાવા માટે ડિશનો મોંઘો ભાવ શા માટે રાખવો? લોકોને જ્યારે બીજે મોંઘી ડિશ નથી પરવડતી એટલે તેઓ મારી પાસે આવે છે અને હવે જો હું પણ ભાવ વધારી દઈશ તો સામાન્ય જનતા માટે ફ્રુટ ડિશ ખાવી એ સપના જોવા બરાબર થઈ જશે.
જાખુભાઈ જ્યારે 10 વર્ષના હતાં ત્યારથી જ તેઓ એલિસબ્રિજ ખાતે ઉભા રહીને ફ્રુટ ડિશનો બિઝનેસ કરી રહ્યા છે. જમાલપુર પોતાના નિવાસ સ્થાનેથી સવારે 8-9 વાગ્યે આવી જાય અને ફળો પુરા ના થાય ત્યાં સુધી પોતાનો બિઝનેસ કરે છે. છેલ્લા 60 વર્ષમાં અનેક ચડાવ ઉતાર જોયા છે, પરંતુ તેમણે પોતાનો બિઝનેસ ક્યારેય બદલ્યો નથી અને લોક કલ્યાણનું આ કામ હેમખેમ શરૂ રાખ્યું છે.
જાખુભાઈ ભલે હાલમાં 72 વર્ષના છે પરંતુ એમનું ગજુ અને વિચાર જાબાંઝ સૈનિક જેવા છે. જ્યારે જાખુભાઈને પૂછવામાં આવ્યું કે આ ઉંમરે તમે કેમ કામ કરવા માટે ઘરની બહાર નીકળો છો? ત્યારે જવાબ આપ્યો કે મને કોઈ આપે એ ગમતું નથી અને કોઈનું લેવાનો મારો પહેલાથી જ સિદ્ધાંત નથી. ઘરે નવરા બેસવું એના કરતાં તો કામ કરવું વધારે સારું. મગજ પણ સારું રહે અને શરીર પણ…
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
દાદાનું રહેઠાણ જમાલપુર વિસ્તારમાં છે. તેમના 3 પુત્રો, 3 પુત્રવધૂ અને 7 પૌત્ર-પૌત્રી છે. ઘરમાં બઘા પોતાનું કામકાજ કરીને ગુજરાન ચલાવે છે. સિઝન પ્રમાણે અલગ-અલગ ફળો લાવે છે. અત્યારે ઠંડીના મોસમમાં રોજના 100 જેટલા ગ્રાહકો આવે છે. નાના-મોટા તથાં આજુ-બાજુના લોકો ફળોનો આનંદ લે છે અને પાર્સલ સુવિઘા પણ ઉપલબ્ઘ છે. પોતાનુ ગુજરાન ચલાવવા માટે વર્ષોથી એક જ જગ્યાએ ફળો વેચે છે. ફળોના રસની માફક દાદાની કહાની પણ એટલી જ રસપ્રદ છે.