લગ્ન બાદ પરિણીતાને ત્રણેક મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતા એ પતિ અને સાસુ સસરા વિરુદ્ધમાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાને થલતેજમા રહેતા એક યુવક સાથે પ્રેમ સબંધ થઈ જતા બન્ને ફેબ્રુઆરી ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. જાે કે લગ્નના ત્રણેક મહિના સુધી સાસરિયાં એ તેને સારી રીતે રાખ્યા બાદ ઘરકામની નાની નાની બાબતો માં તેના સાસુ સસરા તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા.
તારા માતા પિતા ભિખારી છે, તમારી કોઈ ઔકાત નથી, અમારા કહ્યા મુજબ રૂપિયા ૫૦ લાખ નો કરિયાવર આપ્યો નથી. જાે કે આ બાબત ની જાણ પરિણીતા તેના પતિને કરે તો તે પણ ઉશ્કેરાઈ તેને બીભત્સ ગાળો બોલતો હતો. એટલું જ નહિ પરિણીતા નો આરોપ છે કે તેની તબિયત સારી ના હોય છતાં તે ખરાબ વિડિયો જાેઈ મારી સાથે સબંધ બાંધતો. પરિણીતાની તબિયત સારી ન હોવાથી તેણે પિયર માં આરામ કરવા માટે જવાનું કહેતા તેના સાસરિયાં ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી તેના સાસુ એ તેને લાફો મારી દીધો હતો. જમવાનું પણ આપ્યું ના હતું.
પરિણીતા તેના રૂમ માં હતી ત્યારે તેના સસરા તેને મનાવવા માટે આવ્યા હતા. અને ખરાબ રીતે શરીરે હાથ ફેરવવા લાગ્યા હતા. જેથી પરિણીતાએ તેની માતા ને જાણ કરી પિયર આવી ગઈ હતી. બાદ માં સમાધાન થતાં તે ફરીથી સાસરે રહેવા માટે ગઈ હતી. જ્યાં બે ત્રણ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ ફરીથી તેને ત્રાસ આપવા લાગ્યા હતા. તેનો પતિ તેને બીજી છોકરીઓના ખરાબ ફોટો બતાવ્યો અને આ તારા ફોટો છે તેમ કહીને તેની સાથે ઝઘડો કરતો. અંતે કંટાળી ને પરિણીતા એ પોલીસ ને જાણ કરી આ બાબતે ફરિયાદ નોંધાવી છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.