અરવિંદ કેજરીવાલનું જબરું પોપટ, જેમના ઘરે જમવા ગયા’તા એ રીક્ષાચાલકે ભાંડો ફોડ્યો, કહ્યું- હું મો PM મોદીનો આશિક છું, મને કહ્યું હતું કે તારે જમવા…..

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

રાજકારણમાં ક્યારે શું ઘટના ઘટે એનું નક્કી નથી રહેતું, આવું જ કઈક થયું છે અમદાવાદમાં. થોડા દિવસ પહેલાં જ વાત છે કે કે અરવિંદ કેજરીવાલ અમદાવાદના એક રીક્ષાચાલકના ઘરે જમ્યા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પૂરા પરિવારે ખૂબ જ ભાવપૂર્વક ભોજન કરીને અમને જમાડ્યું હતું. વિક્રમભાઈના પૂરા પરિવારને હું મળ્યો. મને ખૂબ જ સારું લાગ્યું. આપણે જે ઘરમાં ભોજન કરતા હોઈએ છીએ તે જ ભોજન કરીને મને આનંદ થયો. ત્યારે હવે આ રીક્ષાચાલકને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. આ જ રીક્ષા ચાલક આજે PM નરેન્દ્ર મોદીની જાહેર સભામાં પહોંચ્યા છે અને કહ્યું છે કે તે એમના મોટા આશિક છે.

વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દંતાણીનગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે ગયા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક PM મોદીની જાહેરસભામાં પહોંચ્યો અને તેને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રીક્ષા યુનિયને મને જમવાનું પૂછવા માટે કહ્યું હતું. મને કંઈ ખબર નહોતી. હું તો પહેલેથી જ ભાજપ પ્રેમી છું.

આગળ વાત કરતાં રીક્ષાચાલકે કહ્યું કે-આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ તેને પ્રેમથી જમાડે એવું આપણે સૌ જાણીએ જ છીએ. જમવા સિવાય કોઈ પણ પ્રકારની ચર્ચા આજ દિન સુધી મારી સાથે થઈ નથી. હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ મત આપતો આવ્યો છું. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યો એનું મને દુઃખ લાગ્યું હતું. હું આપ સાથે નથી, ભાજપ માટે કામ કરું છું.. આ વાત વાયરલ થતાં જ લોકો હવે અલગ અલગ વિચારી રહ્યા છે.


Share this Article