હાથ ઊંચો કરીને કોઈ કહે કે ભાઈ મને થોડે સુધી લેતા જાઓ ને… તો ગાડી ઉભી ન રાખતા, વડોદરા હાઇવે પરની સ્ટોરી સાંભળી થથરી જશો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી એક લૂંટની ઘટના સામે આવી છે. જો કે હવે પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. હાઈવે પર પેસેન્જર બનીને બેઠેલા ત્રણ શખ્સોએ કાર ડ્રાઇવરની લૂંટ કરી છે. તેઓએ પહેલા તો કાર ડ્રાઇવરની આંખમાં મરચાંની ભૂકી નાખી દીધી અને પછી તેને ચપ્પુ બતાવી ડરાવ્યો. આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી 21 વર્ષના 3 યુવાન હતા જેની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ વિશે વિગતે વાત કરીએ તો કાર ડ્રાઇવરને આ ત્રણેય શખ્સ વડોદરા એક્સપ્રેસ હાઇવેથી અપહરણ કરીને પાટણ લઇ ગયા હતા અને રસ્તામાં ઉતારી દીધો.

આ બાદ ડ્રાઇવર અમદાવાદ પહોંચ્યો અને પોલીસને આખી હકીકત કહી. આ દરમિયાન કાર ડ્રાઇવરે જે જણાવ્યુ તે જાણીને તમે પણ ચોંકી જશો. અમદાવાદથી વડોદરા જવા માટેના રામોલ ટોલટેક્સ પાસે રાજુ (નામ બદલ્યું છે) નામનો યુવક પોતાની કારમાં વડોદરાના પેસેંજરને લઈ જાય છે. તારીખ ૧૦ મે ના રોજ રાતે સવા અગિયાર વાગ્યે જ્યારે રાજુ પોતાની કાર લઇને ઊભો હતો ત્યારે આ ત્રણ યુવક ત્યા અવ્યા અને વડોદરા જવા કહી કારમાં બેસી ગયા. આ બાદ જે અન્ય પેસેન્જર હતા તેઓ એક પછી એક અલગ અલગ જગ્યા પર ઊતરી ગયા અને છેલ્લે આ ત્રણ યુવાન રહ્યા.

આ બાદ ત્રણ યુવક પૈકી એક યુવકે છરી બતાવી અને રાજુને કાર સાઇડમાં રખાવી. તેમણે રાજુની આંખમા મરચાંની ભૂકી નાખી અને જો બૂમાબૂમ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે 3 આરોપીએ રાજુને કારની પાછળની સીટમાં બેસાડ્યો અને કાર ભાલેજથી સીધા પાટણ લઈ ગયા. અહી નવિયાણી ગામ પાસે ત્રણેય યુવકે રાજુ પાસેથી મોબાઇલ ફોન અને કાર લઈ લીધી. આ બાદ હવે રામોલ પોલીસે મે મહિનામાં લૂંટાયેલી કાર હાથીજણ સર્કલથી ઓઢવ તરફ જતા પકડી પાડી અને કારમા સવારની અટકાયત કરી.

પોલીસે કાર રોકીને રવિકુમાર ઝાલા નામના યુવકની પૂછપરછ કરતાં તેણે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. આ બાદ રણજિત ઝાલા અને બાદરજી ઝાલાની પણ ધરપકડ કરી લેવામા આવી છે. પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આ આરોપીઓ પાટણના સુણસર ગામના છે અને ગુનાહિત માનસિકતા ધરાવે છે


Share this Article