લોકપત્રિકા સ્પેશિયલ
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
ઓથર- અલ્પેશ કારેણા
‘જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વકીલાત જ કરવી છે…’ આ શબ્દો છે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજાવનાર ખુશ્બુ વ્યાસના. 4 વર્ષ સુધી વડોદરાથી અમદાવાદ સુધી અબડાઉન કરીને કોઈ મહિલાએ પોતાનો જજબો અને પેશન ન છોડ્યું હોય એવા દાખલા જવલ્લે જ બનતા હોય છે. પરંતુ આજે જે શખ્સિયત સાથે તમને રૂબરૂ કરાવવા છે એ મહિલામાં એક સાથે ઘણી ખુબીઓ રહેલી છે. પોતે વકીલ તો છે જ છે પણ સાથે સાથે એક સારા પત્ની અને માતા પણ છે. સેવાભાવી સંસ્થા સાથે તેમનું જોડાણ પણ પ્રેરણા આપનારું છે. આમ તો આ મહિલાનો આખો પરિવાર જ વકીલ છે અને સાથે હજુ તો બાળક બે વર્ષનું છે એમને પણ વકીલ જ બનાવવાની એમની ઈચ્છા છે. આ મહિલા વકીલ એટલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ખુશ્બુ વ્યાસ. તો આવો જાણીએ ખુશ્બુબેનની જાણી અજાણી અને પ્રેરણા આપનારી વાતો.
ગુજરાત હાઈકોર્ટમાં 2012થી સક્રિય છે
ખુશ્બુબેનનું વતન વડોદરા. પ્રાથમિકથી લઈને ગ્રેજ્યુએશન અને LLB સુધીનો બધો જ અભ્યાસ વડોદરા એમ એસ યુનિવર્સીટીમાંથી કર્યો. ત્યારબાદ M.Phil માટે પાટણ યુનિવર્સીટી ખાતે ગયા. તેમજ એનવાઈરમેન્ટ લો સાથે P.hd. ગુજરાત યુનિવર્સીટીમાંથી કર્યું છે. જો કે તેઓએ એનવાઈરમેન્ટ લોમાં P.hd. પુરુ કર્યું છે તો સાથે જ 2021માં તેમના પતિએ પણ સાઈબર લોમાં P.hd. પુરુ કર્યું છે. આમ આ કપલે 2021માં સાથે જ P.hd. પુરુ કર્યું છે. હાલમાં ખુશ્બુ બેનની ઉંમર 30 વર્ષની છે પણ તેમ છતાં તેઓ દરેક ક્ષેત્રમાં દોડી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં 2012થી તેઓ સક્રિય છે.
4 વર્ષ સુધી દરરોજ વડોદરાથી અમદાવાદનું અપડાઉન
ખુશ્બુબેનની સફળતાની કલગીની ધીરે ધીરે વાત કરીએ તો તેઓ 2012માં જ્યારે વકીલ બની ગયા ત્યારે વદોડરા રહેતા હતા. પરંતુ તેઓએ નક્કી કરીને રાખ્યું હતું કે વકીલાત તો ગુજરાત હાઈકોર્ટમાંથી જ કરવી છે. ત્યારે 2012થી લઈને 2016 સુધી તેઓએ દરરોજ વડોદરાથી અમદાવાદ સુધી અપડાઉન કર્યું અને વકીલાત શીખી. ત્યારબાદ 2016માં લગ્ન થયા અને અમદાવાદમાં સ્થાયી થયા. જોરદાર પ્રેક્ટિસ કરી અને આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમનું નામ એક માન અને સન્માનથી લેવામાં આવી રહ્યું છે.
એકથી પણ વધારે ઉપબલ્ધિઓનું લિસ્ટ
આ સિવાય ગૌરવ લીધા જેવી એક વાત એ પણ છે કે તેઓ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિએશનના ઈલેક્શનમાં 3 વખત સૌથી વધારે મતથી જીત્યા છે અને હવે તેઓને આગળના ઈલેક્શનમાં જોઈન સેક્રેટરીના પદ પર ઉભા રહેવાની ઈચ્છા પર દર્શાવી છે.
સાથે જ બીજી એક ઉપલબ્ધિ એવી પણ છે કે તેઓએ ચાઈલ્ડ કેર ફેસેલિટી ફોર લેડી લોયર માટે PIL ફાઈલ કરી હતી અને હાઈકોર્ટ એના અનુસંધાનમાં લેડી લોયર માટે એક અલગથી મહિલાને પણ વ્યવસ્થા કરી આપવાની શરૂઆત કરી હતી કે જે અત્યાર સુધી નહોંતુ થતું. અત્યાર સુધી માત્ર સ્ટાફને જ આ સુવિધા આપવમાં આવતી હતી પણ હવે લેડી લોયરને પણ આ સુવિધા આપવામાં આવી રહી છે એ વાતથી ખુશ્બુ બેન ખુબ જ ખુશ છે.
પરિવારનો દિલથી આભાર માને છે ખુશ્બુ વ્યાસ
ખુશ્બુ બેનના પરિવારમાં પણ દરેક સભ્યો વકીલાત સાથે જ જોડાયેલા છે. એમના માતા-પિતા, સસરા, પતિ બધા જ વલીકો છે. ખુશ્બુ બેનનું બે વર્ષનું બાળક છે જેને પણ વકીલ બનાવવાની જ ઈચ્છા છે. તેમજ ખુશ્બુ બેન એવું માને છે કે અત્યારે હું જે પણ કંઈ છું મારા પરિવારના કારણે જ છું. તેઓ કહે છે કે, અત્યારે હું જે પણ ક્ષેત્ર પર પહોંચી છું એમા મારા પરિવારનો મોટો હાથ છે. પતિ, માતા, પિતા, સસરા બધાનો ઘણો સપોર્ટ છે. સાથે જ મારા બાળકે પણ કોઈ દિવસ ફરિયાદ નથી કરી. પરિવારનો જો પુરો સપોર્ટ હોય તો જ દીકરી આગળ વધી શકે. ખુશ્બુ બેન સાથે જ એવો સંદેશ આપે છે કે દરેક માતા પિતાએ તેમની દીકરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.
વકીલાતની સાથે સાથે કરે છે સેવાનું અનોખું કામ
ખુશ્બુ બેનની સેવા વિશે વાત કરીએ તો તેઓ NGO સાથે પણ જોડાયેલા છે અને પોતાની સેવા આપી રહ્યા છે. ઈન્દ્રપુરી ભગિની સમાજ સાથે તેઓ જોડાયેલા છે કે જે મહિલા અને બાળકોના ઉત્થાન સાથે જોડાયેલા છે. તેમજ લક્ષ્મી મહિલા કો-ઓપરેટિવ બેન્ક સાથે પણ તેઓ જોડાઈને સેવા કરે છે. આ બેન્કની વિશેષતા એ છે કે કે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચાલતી બેન્ક છે. બેન્કો ચલાવનાર, બેન્કોના સભાપદો અને બેન્કોના સ્ટાફ પણ મહિલા જ રાખવામાં આવ્યા છે.
હાથથી હાથ મિલાવીને બધા વકીલોએ કામ કર્યું
સામાન્ય રીતે લોકમુખે તમે એવું સાંભળ્યું હશે કે લોયર એટલે પૈસા કમાવાનું મશીન. તો એના જવાબમાં ખુશ્બુ વ્યાસ જવાબ આપે છે કે જે માણસને ક્યારે બોલવું અને ક્યારે અટકવું એની ખબર હોય એનું નામ સાચો વકીલ. સાથે જ કિસ્સો શેર કરતાં ખુશ્બુ બેન જણાવે છે કોરોના કાળમાં ઘણા એવા સમાચાર આવતા હતા કે વકીલો તકલીફમાં છે, આપઘાતના કિસ્સા પણ બનતા હતા. અમુક ડોક્ટરોએ કોરોનામાં લોકોને લૂંટ્યા છે પણ અમે તો હાથથી હાથ મિલાવીને કામ કર્યું. પોતે કોવિડ ફંડ ઉભું કરીને એકબીજાને મદદ કરી હતી. એ પછી ભલે આર્થિક રીતે હોય કે માનસિક રીતે. અમે બધાએ હાથથી હાથ મિલાવીને સાથે કામ કર્યું છે અને આવતી પરિસ્થિતિનો સામનો કર્યો છે.
કુલ 3 વખત ઈલેક્શનમાં ચૂંટાઈને આવ્યા
સાથે જ જો હાલની જ ખુશ્બુબેનની પ્રગતિની વાત કરીએ તો 17 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિએશનનું ઈલેક્શન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રેસિડેન્ટથી લઈને કમિટિ મેમ્બર સુધીના સભ્યો નિમવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ખુશ્બુ વ્યાસ કમિટિ મેમ્બર તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મોટી વાત તો એ છે કે ખુશ્બુ વ્યાસ કમિટિ મેમ્બરમાં સૌથી વધારે મતથી લીડ થયા છે. જો કે આ પહેલીવાર નથી, ખુશ્બુ આ પહેલાં પણ બે વખત એટલે કે કુલ 3 વખત ચૂંટાઈને આવ્યા છે. આ વખતના ઈલેક્શનની વાત કરીએ તો કુલ 31 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 10 સીટમાંથી 8 મહિલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે અને આવું ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.